________________
કરવો (લોગસ્સ ન આવડે તો ચાર નવકાર ગણવા.) કાઉસ્સગ્ગ પાળી પ્રગટ લોગસ્સ બોલી ખમાસમણ કહી ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!સામાયિક મુહપત્તી પડિલેહું? અહીં ગુરુજી “પડિલેહેહ” એમ કહે ત્યારબાદ ગૃહસ્થ “ઇચ્છે” કહીને પચાસ બોલો બોલવાપૂર્વક મુહપત્તીનું પડિલેહણ કરવું. તેનો અર્થ એ છે કે હે ભગવાન! હું મુહપત્તીનું પડિલેહણ કરું? ગુરુજી જવાબ આપે છે કે તમે મુહપત્તીનું પડિલેહણ કરો, તે ઉત્તર સ્વીકારતાં ગૃહસ્થ “ઇચ્છે”= જેવી આપની ઇચ્છા છે. તેમ હું પણ ઇચ્છું છું એમ જણાવે છે. પછી મુહપતીનું પડિલેહણ કરવું.
પ્રશ્ન :- મુહપત્તીના પડિલેહણમાં પચાસ બોલો કયા બોલવાના ? અને શી રીતે ?
ઉત્તર :- આ વાત આગળ ઉપર સમજાવવામાં આવશે.
મુહપત્તીનું પડિલેહણ કર્યા પછી શિષ્ય અને ગુરુજી વચ્ચે વિનીતભાવ બતાવવાપૂર્વક કેવા પ્રશ્નો અને ઉત્તરો કરાય છે તેની આપણે કંઈક સમાલોચના કરી. દરેક પ્રશ્નો પૂછતાં પહેલાં એકેક ખમાસમણ આપવું
શિષ્ય :-ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક સંદિસાહું ? હે ભગવાન્ ! આપશ્રી ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો તો હું સામાયિક
કરું ?
ગુરુજી :- સંદિસાહેહ”= તમે તમારી ઇચ્છા પ્રમાણે સામાઇક
કરો.
શિષ્ય :- ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક ઠાઉં?
હે ભગવાન ! આપશ્રી ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો તો હું સામાયિકમાં સ્થિર થાઉં.
ગુરુજી :- “ઠાએહ”= તમે તમારી ઈચ્છા મુજબ સામાયિકમાં ભલે સ્થિર થાઓ. ૧ પડિલેહણ = જોવું તપાસવું ર વિનીતભાવ = નમ્રતા-વિનયપૂર્વક. ૩ સમાલોચના = વિચારણા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org