________________
અધ્યાત્મદ્રષ્ટિ આવ્યા વિના સાચો ધર્મ સમજાવો ઘણો મુશ્કેલ છે. ૫. પાંચ મહાવ્રતોથી યુક્તા
આચાર્યપદે બિરાજમાન મહાત્મા પુરુષો તીર્થકર ભગવન્તોએ ફરમાવેલાં પાંચ મહાવ્રતોને કાયમ પાળનારા હોય છે. પોતાના જીવનમાં નાનો પણ વ્રતભંગ ન થઈ જાય તેની પૂરેપૂરી કાળજી રાખનારા હોય છે. કારણ કે આ વ્રતો પોતે ઇચ્છાપૂર્વક લીધાં છે અને પોતાના માટે જ પાળવાનાં છે એમ મનથી સમજે છે. ૧. સર્વથા પ્રાણાતિપાત વિરમણવ્રત - નાના-મોટા, સૂક્ષ્મ-બાદર, ત્રણ-સ્થાવર કોઈપણ જીવોની વિરાધના-હિંસા કરવી નહિ. ૨. સર્વથા મૃષાવાદ વિરમણવતઃ- નાનું કે મોટું, સ્થૂલ કે સૂક્ષ્મ, બિલકુલ જૂઠું બોલવું નહિ, અપથ્ય બોલવું નહિ, અપ્રિય બોલવું નહિ. ૩. સર્વથા અદત્તાદાન વિરમણવ્રત-નાની કે મોટી કોઈ પણ જાતની ચોરી કરવી નહિ, પારકી વસ્તુ તેમની સંમતિ વગર લેવી નહિ. ૪. સર્વથા બ્રહ્મચર્યવ્રતઃ- (મૈથુન વિરમણવ્રત)-સ્વસ્ત્રી કે પરસ્ત્રીની સાથે સંસાર વ્યવહાર કરવો નહિ, તથા સ્પર્શ પણ કરવો નહિ. ૫. સર્વથા પરિગ્રહવિરમણ વ્રત - ધન-મિલ્કત-અલંકાર-ઘર વગેરે કંઈ રાખવું નહિ. તેમજ પૌદ્ગલિક પદાર્થો ઉપર મૂછ કરવી નહિ. આ પાંચ મહાવ્રતને પાલનારા હોવાથી આચાર્યશ્રીના આ પાંચ ગુણ કહેવાય છે. ૫. પાંચ પ્રકારના આચારને પાલવામાં સમર્થ
આત્માના પાંચ ગુણોની વૃદ્ધિ કરે, પુષ્ટિ કરે એવા જે આચારો તેને પંચાચાર કહેવાય છે. તે પાંચે આચારોને સારી રીતે પાલનારા અને ૧ ફરમાવેલાં = જણાવેલાં, કહેલાં. ૨ કાળજી = ચિંતા-બંત-લાગણી. ૩ અપથ્ય = નુકસાન કરનાર. ૪ સંમતિ = રજા, પરવાનગી. ૫ પૌદ્ગલિક = જડ, નિર્જીવ વસ્તુઓ.
હમ નેતના માત્ર
મિ . $
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org