SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ પળાવનારા આ મહાત્માઓ છે. પોતાના જીવનમાં - પ્રરૂપણામાં અને પ્રવર્તનમાં કયાંય આ આચારોની ક્ષતિઓ ન રહે તેનું સતત ધ્યાન રાખનારા છે. માટે આ પણ પાંચ ગુણો ગણાવ્યા છે. (૧) જ્ઞાનાચાર = પોતાનામાં અને બીજામાં સમ્યજ્ઞાન વધે એવી પ્રવૃત્તિઓ. ભણવું-ભણાવવું-વાંચવું-વંચાવવું-લખવું-લખાવવું, પુસ્તકો પ્રકાશિત કરવાં, ભંડારો (જ્ઞાનભંડારો) બનાવવા, જે જ્ઞાનભંડારો હોય તેને સુરક્ષિત કરવા, સાર-સંભાળ લેવી તે જ્ઞાનાચાર. (૨) દર્શનાચાર = જિનેશ્વર તીર્થંકર પરમાત્માઓએ બતાવેલાં તત્ત્વો ઉપર હૃદયથી રૂચિ કરવી, પ્રીતિ કરવી, શ્રદ્ધા કરવી, આ જ તત્ત્વ સાચું છે. એમ માની તેના તરફ આદર - બહુમાન કરવું. શંકાઓ ન કરવી તે દર્શાનાચાર. (૩) ચારિત્રાચાર = પોતે સાચા અને સારા આચારો પાળે અને બીજાને પળાવે, પાંચ સમિતિ અને ત્રણ ગુમિ અપનાવે તે ચારિત્રાચાર. (૪) તપાચાર = પોતાના જીવનમાં બની શકે તેટલું વધારે તપનું આસેવન કરે, તપના બે પ્રકાર છે બાહ્યતા અને અભ્યત્તરતા. જે તપ આ શરીરને તપાવે તે બાહ્યતા અને જે તપ આત્માનું દમન કરે તે અભ્યત્તર તપ, એમ બે પ્રકારો તપ આચરવો તે તપાચાર. (૫) વીર્યાચાર = શરીરની બોલવાની અને વિચારવાની જે શક્તિઓ મળી છે. તે તમામ શક્તિઓને છુપાવ્યા સિવાય ધર્મમાં વાપરે, જરા પણ પ્રમાદ ન કરે, આળસ ન કરે, અતિશય ઉંઘ ન લે તે વીર્યાચાર. આ પાંચે આચારો આચાર્ય મહારાજશ્રી પોતે પાળનારા અને બીજાને બની શકે તેટલા પળાવનારા છે. તેથી આ પણ પાંચ ગુણો ગણાવ્યા છે. ૧ સમ્યજ્ઞાન = સાચું જિનેશ્વરપ્રભુનું જ્ઞાન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001094
Book TitleJain Tattva Prakasha 3rd Edition
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, 2 Pratikraman Arth, Vivechan, & Paryushan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy