SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ પાંચ સમિતિ પાળનાર આત્માનું જેનાથી કલ્યાણ થાય એવાં સારાં કામોમાં જયણાપૂર્વક પ્રવૃત્તિ કરવી તે સમિતિ કહેવાય છે. આચાર્યમહારાજશ્રી પોતાના જીવનને પૂર્ણ સમિતિવાળું બનાવે છે. તેથી આ પણ તેઓના ગુણો છે. સમિતિના કુલ પાંચ ભેદો છે. સમિતિ એ જીવનની પવિત્રતાનું પ્રધાનસાધન છે. (૧) ઈર્યા સમિતિ :- જ્યારે જ્યારે ભૂમિ ઉપર ચાલીએ ત્યારે ત્યારે સામેની ભૂમિ બરાબર જોતાં-જોતાં ચાલવું, પગની નીચે કોઈ જીવો હણાઈ ન જાય તેની પૂરેપૂરી કાળજી રાખવી. કીડી, મકોડા, ગરોળી, ઉંદર જેવા નાના જીવો ચગદાઈ ન જાય, મરી ન જાય, તથા સાપ-વીંછી-અજગર જેવા હિંસક જીવો ઉપર પગ આવી જવાથી આપણે ન મરી જઈએ. એમ બન્નેની રક્ષા માટે સામેની ભૂમિ જોતાં જોતાં ચાલવું. કારમાં જતા હોઈએ તો કોઈની પણ સાથે એક્સિડન્ટ ન થઈ જાય માટે જોઈને ચાલવું તે ઈર્યાસમિતિ. (૨) ભાષાસમિતિ=પાપ ન લાગે તેવાં નિર્દોષ વચનો બોલવાં, પોતાના અને પરના કલ્યાણને કરનારી ભાષા બોલવી, પ્રિય બોલવું, પથ્ય (હિતકારી) બોલવું, તથ્ય (સાચું) બોલવું અને તે પણ પરિમિત (માપસર) જ બોલવું તે ભાષાસમિતિ (૩) એષણા સમિતિ :- સાધુ-સાધ્વીજી મહારાજાઓ જ્યારે જ્યારે ગોચરી લેવા જાય, ત્યારે ત્યારે ગોચરીના દોષો ન લાગે તે રીતે આહાર લાવે અને વાપરે, ગોચરીના ૪૨ દોષો શાસ્ત્રમાં આવે છે. ન લાગે તેવી રીતે આહાર લાવે તે સાધુ-સાધ્વીજીને આશ્રયી એષણાસમિતિ કહેવાય, તેવી જ રીતે ગૃહસ્થને આશ્રયીને પણ બની શકે તેટલા દોષોનો ત્યાગ ૧ જયાણાપૂર્વક = જીવોની હિંસા ન થાય તેવી. ૨ પૂર્ણ સમિતિ = પૂરેપૂરી સમિતિવાળું. ૩ પ્રધાનસાધન = મુખ્ય કારણ. ૪ કાર = ટેક્ષી-ગાડી. ૫ ગોચરી = આહાર-ખોરાકભોજન. ૬ ગૃહસ્થ સંસારી શ્રાવક-શ્રાવિકા. Jain Education International = For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001094
Book TitleJain Tattva Prakasha 3rd Edition
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, 2 Pratikraman Arth, Vivechan, & Paryushan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy