________________
કરી નિર્દોષ આહાર બનાવવા અને લેવો તે પણ કિંચિં એષણાસમિતિ છે. (૪) આદાનભંડમત્તનિખેવણા સમિતિ - પહેરવા માટેનાં વસ્ત્રો તથા ખાવાપીવા માટેનાં પાત્રો(વાસણો)નું જોઈ-પુંજીને આદાન-પ્રદાન કરવું. તેમાં નાના જીવો હોય તો તે મરી જાય, અને કોઈ મોટા જીવો અથવા વીંછી-નાનાસાપો ભરાયા હોય તો તેના ઝેરથી આપણે મરી જઈએ માટે પુંજીને જ ઉપયોગ કરવો તે આદાનભંડમત્ત નિમ્નવણા સમિતિ કહેવાય છે. આદાન-લેવું, ભંડમત્ત વાસણ માત્ર-અર્થાત દરેકવાસણો દરેક પાત્રો, નિબૅવણા=મુંકવું આવો શબ્દાર્થ જાણવો. (૫) પારિષ્ઠાપનિકા સમિતિ -પરઠવવા લાયક જે પદાર્થો શરીરના દરેક છિદ્રોમાંથી નીકળતા દુર્ગધ ભરેલા મળ-મૂત્ર-ઘૂંક લીંટવિગેરે પદાર્થો નિર્જીવ ભૂમિ ઉપર પાઠવવા, કીડીનાં નગરાં, મકોડા-ઉંદરના દરો, સર્પનાં બીલો ન હોય તેવી જગ્યાએ બેસવું, જેથી સ્વ-પરની જીવહિંસા ન થાય, નિશ્ચિતપણે શરીરની શુદ્ધિ થાય. આકુળ-વ્યાકુળતા ન આવે તે પારિષ્ઠાપનિકા સમિતિ.
આચાર્યમહારાજશ્રી આ પાંચસમિતિઓ પાળનારા છે. માટે ૫ ગુણો કહેવાય છે. ૩. ત્રણ ગુપ્તિથી ગુમ
આત્માનું જેનાથી અકલ્યાણ થાય તેવા માઠા વિચારો-માઠી વાણી, અને માઠું વર્તન છોડી દેવું તે ગુપ્તિ કહેવાય છે. ગુપ્તિ શબ્દ સંસ્કૃત ભાષાના ગુ, ધાતુ ઉપરથી બન્યો છે. ગોપવવું, સંતાડવું, છુપાવવું, અશુભવિચારાદિથી પાછા ફરવું તે ગુપ્તિ, કોઈ કોઈ ગ્રન્થોમાં અશુભથી ૧ નિર્દોષ = દોષ વિનાનો. ૨ યત્કિંચિત્ = કંઈક અંશે. ૩ આદાન-પ્રદાન = લેવું અને આપવું. ૪ પંજીને = સાફ-સૂફી કરીને. ૫ નિર્જીવ= જીવાત વિનાની. ૬ સ્વપરની= પોતાની અને બીજાની. ૭ નિશ્ચિતપણે= ચિંતા વિના, વ્યાધિ વિના. ૮ આકુળવ્યાકુળતા= મનની અસ્થિરતા.
( પ્રતિકમ9 ચત્ર ૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org