________________
તેને કાયોત્સર્ગ કહેવાય છે. મન-વચન- અને કાયાની તમામ પ્રવૃત્તિઓ અટકાવી સ્થિર થવું તે કાયોત્સર્ગ છે. પ્રશ્ન:- કાયોત્સર્ગમાં કાયાનો વેપાર અટકાવીને શું કરવાનું ! ઉત્તર :- પૂર્વે થઈ ગયેલા મહાત્મા પુરુષો કાઉસ્સગ્નમાં “તત્ત્વચિંતન” કરતા, આત્માનું સ્વરૂપ વિચારતા, લોકનુ, અને અસાર એવા આ સંસારનું સ્વરૂપ વિચારતા. પરંતુ સર્વ પ્રજાને આવો અભ્યાસ ન હોવાથી પરમ ઉપકારી એવા આ ચોવીશીના ચોવીશ તીર્થકર ભગવંતોની સ્તુતિ કરવારૂપલોગસ્સ ગણવામાં આવે છે. અને તે લોગસ્સ પણ જેને ન આવડે તેઓ પાંચ પરમેષ્ઠીના નમસ્કારરૂપ નવકાર મંત્રો ગણે છે. મહાપુરુષોને કરાતો નમસ્કાર ભાવમંગલ રૂપ છે.
આ કાયોત્સર્ગમાં કાયાની તમામ ચેષ્ટા રોકીને સ્થિર થવાની પ્રતિજ્ઞા લેવાની છે. પરંતુ છીંક-ઓડકાર-ઉધરસ જેવી કેટલીક એવી કુદરતી શારીરિક ચેષ્ટાઓ છે કે જે ચેષ્ટાઓ રોકી શકાતી નથી. અને તેના દ્વારા શરીરનું હલન-ચલન થાય તેવો સંભવ છે. એટલે આવી ભાવિમાં થાય તેવી ચેષ્ટાઓ યાદ કરીને તેની પ્રથમથી છુટ લઈને કાયોત્સર્ગ કરવામાં આવે છે. છૂટને શાસ્ત્રમાં આગાર કહેવાય છે. આગાર (છૂટ) લઈને કાઉસ્સગ્ન કર્યો હોય તો કાયોત્સર્ગ ભાગે નહિ માટે હવે પછીના “અન્નત્થ” સૂત્રમાં આગારોનું વર્ણન કરવામાં આવે છે.
(અન્નત્થ સૂત્રઅન્નત્થ ઉસસિએણે નીસસીએણે ખાસિએણે છીએણે જંભાઇએણે ઉડુએર્ણવાચનીસગ્ગખંભમલીએપીત્તમુછાએ સુહમેઢિ અંગસંચાલેહિં સુહમેહિં ખેલસંચાલેહિં સુહમેહિ દિદિસંચાલેહિં એવભાઇએહિંઆગારેહિંઅભગ્ગો અવિરહિઓ હમે કાઉસગ્યો જાવ અરિહંતાણં ભગવંતાણં નમુ કારેણંનપારેમિતાવકાર્યઠાણેણં મોણેણં ઝાએણે અપ્રાણ વોસિરામિ.
આ
જ
છે
કે
HI,
આ
ક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org