SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ સહાય ન લેવી, અને નિર્બળાત્માઓએ બીજાની સહાય લઈને પણ કાર્ય સાધવું તે બન્ને માર્ગો યશોચિત સ્થાને વ્યાજબી છે. બન્નેની એકાન્તદષ્ટિ બરાબર નથી. ચૈત્યવંદન કરવાની વિધિ ત્રણ વખત ભૂમિ પ્રમાર્જના કરી, નિશીહિ બોલી, એક ખમાસમણ આપી “ઇરિયાવહિયં” “તસ્સ ઉત્તરી” “અન્નત્ય” સૂત્ર બોલી એક લોગસ્સ અથવા ચાર નવકારનો કાઉસ્સગ્ન કરી, પાળીને પ્રગટ લોગસ્સ કહેવો. ત્યારબાદ ત્રણ ખમાસમણ આપી કોઈ પણ ભગવાનનું ચૈત્યવંદન બોલી “સકલકુશલવલ્લી” કહી, નમુત્યુષ્ય, “જાવંતિ ચેઇયાણ” કહી એક ખમાસમણ આપી “જાવંત કેવિ સાહુ” બોલી નમોહત્ સૂત્ર કહી ગંભીર ઉત્તમાર્થવાળું એક સ્તવન કહેવું. ત્યારબાદ જયવીયરાય, અરિહંતચેઈયાણ, અન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી પાળીને કોઈપણ ભગવાનની એક થોય કહેવી. આ વિધિમાં ગર્ભિત રીતે છ આવશ્યક સમાયેલાં છે. અરિહંત પરમાત્માઓનો આપણા ઉપર પરમ ઉપકાર હોવાથી તેઓની ગેરહાજરીમાં તેઓની મૂર્તિઓ (દ્વારા પરંપરાએ તેઓ) પણ પૂજ્ય છે. ભાવોલ્લાસ તથા સંસાર ઉપરના વૈરાગ્યનું પરમકારણ છે. તેઓ વીતરાગી છે. એટલે તેઓનું પ્રતિબિંબ પણ વીતરાગતા અને વૈરાગ્યતાનું જ સૂચક અને કારણ છે. જિનદર્શન-પૂજનની વિધિ (૧) જે વસ્ત્રોથી વડીનીતિ લઘુનીતિ ન કરી હોય તેવાં શુદ્ધ વસ્ત્ર પહેરી દહેરાસરે જવું. (૨) દહેરાસરના પ્રથમ દરવાજે “નિશીહિ ” કહેવું. તેનો અર્થ સાંસારિક તમામ વાતોનો ત્યાગ. ૧ વડી નીતિ = સંડાસ. ૨ લઘુનીતિ = બાથરૂમ. ૩ નિસાહિ= પાપવ્યાપારનો ત્યાગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001094
Book TitleJain Tattva Prakasha 3rd Edition
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, 2 Pratikraman Arth, Vivechan, & Paryushan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy