________________
બાકીના ઉપર કહેલા ૪ આગારો સમજી લેવા. કદાચ કાઉસ્સગ્નમાં આ ૧૨+૪ =૧૬ આગારો સેવાઈ જાય તો પણ આપણો આદરેલો કાઉસ્સગ્ન ભાગી જતો નથી. પરંતુ આ ૧૬ ફૂટ સિવાય કાઉસ્સગ્નમાં જરા પણ હલન-ચલન કરી શકાતું નથી. જો હલન-ચલન કરીએ તો કાઉસ્સગ્ગ ભાંગી જાય છે
જ્યાં સુધી અરિહંતભગવન્તોને નમસ્કાર કરીને ન પાળું ત્યાં સુધી હું કાઉસ્સગ્ન કરુ .- આમ પ્રતિજ્ઞા કરેલી હોવાથી જ્યારે કાઉસ્સગ્ન પૂર્ણ ગણાઈ જાય ત્યારે કંઈક ઉંચા અવાજે “નમો અરિહંતાણં” બોલવું જોઈએ. તે બોલ્યા પછી જ શરીરનું હલન-ચલન કરી શકાય છે. આ કારણથી કાઉસ્સગ્નમાં પગ હલાવવા- ખરજ ખણવી, ઊંચા-નીચા થવું, બીજો કોઈ જીવ સ્તુતિ આદિ બોલતો હોય ત્યારે ભૂલો કાઢવી- વગેરે પ્રક્રિયામાં આપણી પ્રતિજ્ઞા તૂટી જાય છે. માટે કાયાને જરા પણ હલાવાયા નહિ. કાયોત્સર્ગમાં આ કાયાને એક જ સ્થાને સ્થિર રાખવાની છે. મૌનપણે રાખવાની છે. અને ધ્યાનમાં ઊભી રાખવાની છે. તેથી લીધેલી છૂટો સિવાય જો કાયાને હલાવીએ તો પ્રતિજ્ઞાભંગ થાય છે. તેને દોષ કહેવાય છે. તેવા ૧૯ દોષો કાઉસ્સગ્નમાં ત્યજવા જેવા છે. એમ જ્ઞાનીઓએ કહ્યું છે. તે ૧૯ દોષો આ પ્રમાણે છે :(૧) ઘોટક દોષ = ઘોડાની જેમ એક પગ ઊંચો રાખવો અને
વાંકો રાખવો તે. (૨) લતાદોષ = જેમ વેલડી વાયુથી હાલે તેમ શરીરને
હલાવવું તે. (૩) ખંભાદિ દોષ = કાઉસ્સગ્નમાં થાંભલા વગેરેનું ઓઠીંગણ
રાખીને ઊભા રહેવું તે. (૪) માલદોષ = ઉપર મેડી અથવા માળ હોય તેને મસ્તક
૧ પ્રતિજ્ઞા = નિયમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org