________________
(૧) ઊંચો શ્વાસ લેવો (૨) નીચો શ્વાસ લેવો (૩) ખાંસી-ઉધરસ ખાવી તે (૪) છીંક આવવી તે (૫) બગાસું આવવું તે (૬) ઓડકાર આવે તે
(૭) વાછૂટ થાય તો (૮) ચક્કર આવે તો (૯) પિત્તાદિથી મૂછ આવે તો (૧૦) સૂક્ષ્મ અંગો ચાલે તો (૧૧) સૂક્ષ્મ થકાદિ ચાલે તો (૧૨) સૂક્ષ્મ દૃષ્ટિ ચાલે તો
આ બાર આગારોને લઘુ આગાર કહેવાય છે. કાઉસ્સગ્ગ શરૂ કર્યા પછી આવી ૧૨ પ્રકારની શરીરની ચેષ્ટા કદાચ થઈ જાય તો પણ આપણો કરેલો કાઉસ્સગ્ન ભાગતો નથી, કારણ કે આ સૂત્ર બોલવા વડે પ્રથમથી જ છૂટ લીધેલી છે. પ્રશ્ન:- મહા આગાર ચાર ક્યા ક્યા? અને આ સૂત્રમાં કયાં આવ્યા છે? ઉત્તર :- (૧) જે જગ્યાએ આપણે કાઉસ્સગ્નમાં ઊભા હોઈએ ત્યાં જીવોની હિંસા થતી હોય, કતલખાનું હોય, ઉંદર-બિલાડીની દોડાદોડી હોય, એક જીવ બીજા જીવોને હણતા હોય, દેખી શકાય તેમ પણ ન હોય અને રોકી શકાય તેમ પણ ન હોય ત્યારે સ્થાનાન્તર થઈએ, છતાં કાઉસ્સગ્ન ભાગે નહિ. (૨) જ્યાં કાઉસ્સગ્ન કર્યો હોય ત્યાં આગ લાગે, પાણીનું પુર આવે, મકાન પડી જાય તેમ હોય, ઈત્યાદિ કારણોથી સ્થાનાન્તર થવું પડે તે. (૩) વાઘ-સિંહ-સર્પ-વર-વીંછી વગેરે પ્રાણઘાતક પ્રાણીઓનો ઉપદ્રવ થયો હોય તેના કારણે ચાલુ જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે. . (૪) જ્યાં કાઉસ્સગ્ન કર્યો હોય તે સ્થાન (મકાન) રાજા, રાજપુરુષો અથવા મકાનમાલિક વિગેરે સત્તાધીશો ખાલી કરાવે તેના કારણે સ્થાનાન્તર થવું પડે તો આ ચાર મહા આગાર કહેવાય છે. અન્નત્થ સૂત્રમાં “એવભાઈએહિં” એવુ પદ આવે છે. તેનો અર્થ એવો છે કે “આ વગેરે આગારો, આ પદમાં જે આદિ શબ્દ છે કે જેનો વગેરે અર્થ થાય છે તે શબ્દથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org