SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ટેકવીને કાઉસ્સગ્નમાં ઊભા રહેવું તે. (૫) ઉધિદોષ = ગાડાની ઊધની પેઠે પગના અંગુઠા તથા પાની મેળવીને ઊભા રહેવું તે. (૬) શબરીદોષ= નગ્ન ભીલડીની પેઠે ગુહ્ય સ્થાને હાથ રાખવો તે. (૭) નિગડ દોષ = બેડીમાં નંખાયેલા પગની જેમ બન્ને પગો બહુ પહોળા રાખવા તે. | (૮) ખલિણદોષ= ઘોડાના ચોકડાની પેઠે રજોહરણયુક્ત હાથ રાખવો તે. (૯) વધૂદોષ= નવપરિણીત વધૂની જેમ માથું નીચે રાખવું તે. (૧૦) લંબૂત્તરદોષક નાભિથી ઉપર, અને ઢીંચણથી નીચે જાનુ સુધી લાંબું વસ્ત્ર રાખવું તે. (૧૧) સ્તનદોષ = ડાંસ-મચ્છરના ભયથી, અથવા લજા કે અજ્ઞાનતાથી સ્ત્રીની પેઠે હૃદયને વસ્ત્રથી ઢાંકી રાખવું તે. (૧૨) સંયતિદોષ= ઠંડી આદિના ભયથી સાધ્વીજીની જેમ બન્ને ખભા તથા સમગ્ર શરીર વસ્ત્રથી ઢાંકી રાખવું તે. (૧૩) ભ્રમુઅંગુલીદોષ =આલાવો ગણવા માટે તથા કાઉસ્સગ્નની સંખ્યા ગણવા માટે આંગળીના વેઢનું આલંબન લેવું. અથવા આંખના પાંપણના ચાલા કરવા તે. ૧ નવપરણિત વધૂ = નવી પરણેલી સ્ત્રી ૨. આલાવો = કાઉસ્સગ્નના નવકારો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001094
Book TitleJain Tattva Prakasha 3rd Edition
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, 2 Pratikraman Arth, Vivechan, & Paryushan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy