________________
મૂર્તિ સંસારનો રાગ ઓછો કરવામાં નિમિત્તભૂત હોવાથી તેટલી જ ઉપકારી છે અને ઉપયોગી છે. તથા મૂર્તિપૂજક આત્માઓએ પણ એમ સમજવું જોઈએ કે વીતરાગ પ્રભુની મૂર્તિના આલંબનથી સંસારનો રાગ ઓછો કરવા યોગ્ય છે. પરંતુ સંસારનો રાગ પોષવો કે સંસારસુખની માગણી કરવી તે યોગ્ય નથી .
આ સૂત્રમાં ચૈત્યોને વંદના હોવાથી ચૈત્યવંદન સૂત્ર પણ કહેવાય છે.
જાવંત કે વિ સાહુ સૂત્ર ૧૫
જાવંત કે વિ સાહૂ, ભરહેરવય મહાવિદેહે અ I સન્થેસિ તેસિં પણઓ, તિવિહેણ તિર્થંડ વિચાણં || ૧ ॥
ભરત-ઐરાવત તથા મહાવિદેહ ક્ષેત્રમાં જે કોઈ સાધુભગવન્તો મન-વચન અને કાયાના દંડોથી (પાપોથી) અટકેલા વિચરે છે તે સર્વને હું ત્રિવિધે વંદના કરું છું. ॥ ૧ ॥
જગતમાં હીનાધિક ગુણોવાળા અનેક પ્રકારના સાધુપુરુષો હોય છે. જિનકલ્પી સ્થવિકલ્પી, જંઘાચારણ”, વિદ્યાચારણ, દશપૂર્વી, વગેરે. તે સર્વે પ્રકારના સાધુસંતોને આ સૂત્રથી વંદના કરવામાં આવી છે. આવા સાધુસંતો ભરત-ઐરાવત અને મહાવિદેહ એમ ત્રણ ક્ષેત્રોમાં વિચરતા હોય છે. જંબુદ્વીપ, ધાતકીખંડ, અને અર્ધપુષ્કરવદ્વીપ, એમ અઢી દ્વીપમાં આ ક્ષેત્રો આવેલાં છે. તે ક્ષેત્રોને કર્મભૂમિ કહેવાય છે. પાંચ ભરત, પાંચ ઐરાવત તથા પાંચ મહાવિદેહ એમ કુલ ૧૫ કર્મભૂમિક્ષેત્રો છે. તેમાં જ સાધુસંતો વિચરતા હોય ૧ હીનાધિક ઓછા-વત્તા ગુણોવાળા. ૨ જિનકલ્પી જિનેશ્વર પ્રભુના જેવું આચરણ કરનારા. ૩ સ્થવિરકલ્પી= વૃદ્ધોની સાથે સમુદાયમાં રહીને યત્કિંચિત્ અપવાદમાર્ગ સેવીને પણ સંયમ પાળનારા. ૪ બંધાચારણ= આ એક લબ્ધિ છે જેના બળે આકાશમાર્ગે ઉડી શકાય છે. મેરુના શિખર સુધી જઈ શકાય છે. ૫ વિદ્યાચારણ= આ પણ એક લબ્ધિ છે જેના બળે નંદીશ્વર અને મેરુ પર જઈ શકાય છે.
વર્ષાંશ
Jain Education International
=
For Private & Personal Use Only
=
www.jainelibrary.org