________________
કરાય છે. નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારના નિપાઓમાં દ્રવ્ય-ભાવ બે નિપા છે. ભાવ નિક્ષેપાની જે પૂર્વાપરાવસ્થા હોય છે તેને દ્રવ્ય કહેવાય છે.
જેઓ અતીતકાળમાં સિદ્ધ થયા છે અને જેઓ ભવિષ્યકાળ સિદ્ધિપદને પામશે અને હાલ જેઓ તીર્થંકરપણે વિચરે છે તે ત્રણે કાળ સંબંધી અરિહંત ભગવન્તોને (હાલ જ્યાં હોય, જે અવસ્થામાં હોય, ત્યાં તે અવસ્થામાં) હું ત્રિવિધ(મન-વચન અને કાયાથી) વંદના કરું છું.
(જાવંતિ ચેઇઆ સૂત્ર - ૧૪ જાવંતિ ચેઇઆઇ, ઉર્ફે આ અહે આ તિરિઅલોહે અ, સબ્બાઇ તાઇ વંદે, ઇહ સંતો તલ્થ સંતાઇ || ૧ ||
ઊર્ધ્વલોકમાં, અધોલોકમાં અને તિચ્છલોકમાં જે કોઈ ચૈત્યો (મૂર્તિઓ) હોય તે ત્યાં રહેલી તમામ જિનમૂર્તિઓને અહીં રહ્યો છતો હું વંદના કરું છું III
જગચિંતામણિમાં શાશ્વત જિનાલયો અને જિનબિંબોને વંદના કરવામાં આવી છે. જંકિંચિ સૂત્રમાં અશાશ્વત પરંતુ તીર્થ તરીકેના નામથી પ્રસિદ્ધ જિનાલયોને અને જિનબિંબોને વંદના કરવામાં આવી છે. અને આ જાવંતિ ચેઈઆઈ સૂત્રથી ત્રણે લોકમાં શાશ્વત-અશાશ્વતપ્રસિદ્ધ અને અપ્રસિદ્ધ એમ તમામ જિનાલયો અને જિનબિંબોને વંદના કરવામાં આવી છે. આ પ્રમાણે ત્રણે સૂત્રોમાં વિશેષતા સમજવી.
આ ત્રણે સૂત્રોમાં જિનબિંબોને વંદના સ્તુતિ કરેલી છે. તેથી સાગરમાં પડેલાને લાકડાનું પાટિયું જેમ કરવામાં નિમિત્તકારણ હોવાથી ઉપકારી છે અને ઉપયોગી છે તેવી જ રીતે સંસારસાગરમાં ફસાયેલા અને રંગરાગમાં અબ્ધ બનેલા જીવોને વીતરાગ પરમાત્માની ૧ અતીતકાળમાં= ભૂતકાળમાં. ર રંગરાગમાં= સંસારના સુખમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org