________________
રોગનાં મૂળ કારણ એ છે શરીર અને મન. મોક્ષમાં શરીર ન હોવાથી વ્યાધિ વિનાનું સ્થાન
છે અને મન ન હોવાથી વેદના વિનાનું સ્થાન છે. અનન્તમ્ = જે આવેલું મોક્ષસ્થાન કદાપિ જવાનું નથી. કાયમ
રહેવાનું જ છે એવું. અક્ષયમ્ = જેનો કદાપિ ક્ષય થવાનો નથી. એટલે જેમાં
કદાપિ ઓછાશ થવાની નથી. અવ્યાબાધમ્ = પીડા વિનાનું. કર્મોના ઉદયથી આવનારી
પીડાઓથી રહિત. અપુનરાવિત્તિ = જ્યાં ગયા પછી ફરી પાછું આવવાનું નથી એવું
જે સ્થાન છે. સિદ્ધિગઇ નામધેયં = સિદ્ધિગતિ અથવા મોક્ષગતિ એવું છે નામ
જેમનું તે. ઠાણ સંપત્તાણું = સ્થાન પામેલા. મોક્ષસ્થાને પહોંચેલા. એવા
તથા નમો જિણાણે જિઅભયાણું = સાતે પ્રકારના ભયો જેમણે જીતી
લીધા છે. એવા અરિહંત ભગવન્તોને મારા નમસ્કાર હોજો.
ઉપરોક્ત તમામ વિશેષણો અરિહંત ભગવન્તોનાં છે. તે વિશેષણો વડે અરિહંત ભગવન્તોનું સ્વરૂપ જણાવ્યું છે. તેઓ સર્વજ્ઞ છે. સર્વદર્શી છે. લોકાગ્રભાગે સ્થિર છે. પરંતુ જગવ્યાપી નથી. ફરીથી સંસારમાં આવનારા નથી. મોક્ષે ગયા પછી અનુયાયીઓનો અનુગ્રહ કરવા માટે અને અસુરોનું દમન કરવા માટે પુનઃ જન્મ લેનારા નથી.
અહીં સુધીનાં પદો વડે “ભાવજિનેશ્વર”ને વંદના થાય છે. હવે પછીની જે એક ગાથા આવે છે તેમાં “દ્રવ્યજિનેશ્વર”ને વંદના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org