________________
અપાવનારા, અરિહંત ભગવન્તો આઠે કર્મોનો ક્ષય કરી સર્વથા બંધનથી મુક્ત થયેલા છે. અને તે જ પ્રમાણે બીજા જીવોને પણ કર્મબંધનમાંથી મુકાવનાર છે.
સબન્નુર્ણ સવદરિસર્ણ - સર્વ પદાર્થોને જાણનારા અને સર્વ પદાર્થોને જોનારા. અરિહંત ભગવન્તો જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મોનો સર્વથા નાશ કરનારા હોવાથી જીવાજીવાદિ સર્વ દ્રવ્યોને, લોકાલોકાદિ સર્વ ક્ષેત્રોને, અતીત-અનાગતાદિ સર્વ કાળને અને સર્વ પર્યાયોને જાણનારા તથા જોનારા છે.
અહીં કેટલાક દર્શનકારો એમ માને છે કે સર્વજ્ઞાન અને સર્વદર્શન કોઈને થતું નથી. ફક્ત ભગવન્તો વધારે જ્ઞાન-દર્શનવાળા હતા. પરંતુ આ કલ્પના બરાબર નથી. જ્ઞાન-દર્શન એ આત્માનો ગુણ છે. કર્મો દૂર થયે છતે તે સંપૂર્ણપણે પ્રગટ થાય છે માટે સર્વજ્ઞ અને સર્વદર્શી પરમાત્મા હોઈ શકે છે તેમાં જરા પણ સંદેહ
નથી.
- વળી આ અરિહંત પરમાત્માઓ “સિદ્ધિગતિ નામના સ્થાનને પામેલા” છે અર્થાત મોક્ષે ગયેલા છે. સિદ્ધશિલા ઉપર જઈ લોકાગ્રભાગે સ્થિર થયેલા છે. સંસારના બંધનમાંથી છૂટવા રૂપ મોક્ષગતિને પામેલા છે.
પ્રશ્ન :- જો અરિહંત ભગવંતો મોક્ષગતિને પામેલા છે તો તે મોક્ષગતિ કેવી છે ?
ઉત્તર :- તે મોક્ષગતિનું સ્થાન કેવું છે ! ? તેનું વર્ણન હવે પછીનાં પદોમાં જણાવે છે. શિવમ્ = ઉપદ્રવ વિનાનું. સર્વ ઉપદ્રવોથી રહિત.
કલ્યાણસ્વરૂપ એવું સ્થાન. અયલમ્ = અચલ, સ્થિર; જ્યાં ગમનાગમનાદિ ચલનપ્રક્રિયા
જેમાં નથી તે. અરૂઅમ્ : વ્યાધિ અને વેદનાઓથી રહિત, રોગ વિનાનું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org