________________
ખભે
મસ્તકે
કપાળે
કંઠે
માન ગયું દોય અંશથી, દેખી વીર્ય અનંત, ભુજાબળે ભવજળ તર્યા, પૂજો બંધ મહંત ॥ ૪ ॥ “સિદ્ધશીલા ગુણ ઊજળી, લોકાંતે ભગવંત । વસિયા તેણે કારણ ભવી, શિરશીખા પૂરુંત ॥ ૫ ॥ “તીર્થંકર પદ પુન્યથી, ત્રિભુવન જન સેવંત । ત્રિભુવન તિલકસમા પ્રભુ ભાલતિલક જયવંત ॥ ૬ ॥ સોળ પહોર પ્રભુ દેશના, કંઠે વિવર વર્તુળ । મધુર ધ્વનિ સુરનર સુત્રે, તિણે ગળે તિલક અમૂલ || ૭ || “હૃદયકમળ ઉપશમ બળે, બાળ્યા રાગ ને રોષ । હિમ દહે વન ખંડ ને, હૃદય તિલક સંતોષ ॥ ૮ ॥ નાભિએ રત્નત્રયી ગુણ ઊજળી, સકલ સુગુણ વિશરામ | નાભિકમળની પૂજના, કરતા અવિચલ ધામ | ૯ | ભગવાનની નવ અંગે પૂજા કરતી વખતે એકેક અંગે એકેક દુહો બોલવાનો છે. દરેક અંગોથી પ્રભુએ કષાયોને જીતીને આત્મકલ્યાણ સાધ્યું તેનું વર્ણન આ દુહામાં કર્યું છે. (૩) પુષ્પપૂજા કરતી વખતે બોલવાનો દુહો :
હૃદયે
છે
“સુરભિ અખંડ કુસુમ ગ્રહી, પૂજો ગતસંતાપ । સુમનજંતુ ભવ્ય જ પરે, કરીએ સમક્તિ છાપ ॥ ૧ ॥ જેમ પુષ્પોથી ચોતરફ સુવાસ પ્રસરે છે અને સંતાપ દૂર થાય છે તેવી રીતે જિનેશ્વરપ્રભુની પુષ્પપૂજા કરવા વડે મારા આત્મામાં સુગુણોરૂપ સુવાસ પ્રસરો અને સંસારનો તાપ વિનાશ પામો એવી ભાવના ભાવવાની છે. (૪) ધૂપપૂજા કરતી વખતે બોલવાનો દુહો : ધ્યાનઘટા પ્રગટાવીએ, વામ નયન જિન ધૂપ । મિચ્છત્ત દુર્ગંધ દૂરે ટળે, પ્રગટે આત્મસ્વરૂપ ॥ ૧ ॥ જેમ ધૂપથી સુગંધ પ્રસરે છે અને દુર્ગંધ દૂર થાય છે તેમ ખભાથી. ૨ ભૂજાબળે= બે હાથોના બળથી.
૧ અંશથી
=
66
""
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org