________________
અરિહંત પરમાત્માના ચૈત્યોની આરાધના નિમિત્તે હું કાઉસ્સગ્ન કરું છું તે પ્રતિમાઓને વંદન કરવા માટે, પૂજન કરવા માટે, સત્કાર કરવા માટે, સન્માન કરવા માટે, બોધિબીજ(સમ્યત્વ)ની પ્રાપ્તિ કરવા માટે, તથા નિરૂપસર્ગ (મોક્ષસ્થાન)ની પ્રાપ્તિ કરવા માટે, શ્રદ્ધા-બુદ્ધિ-ધીરજ-ધારણા અને અનુપ્રેક્ષાઆ પાંચે ગુણો દિનપ્રતિદિન વૃદ્ધિ પામે તે રીતે હું કાયોત્સર્ગ કરું છું.
આ સૂત્ર અરિહંત પરમાત્માનાં ચૈત્યોની આરાધના માટે છે. જેમ માતા-પિતા-દાદા-દાદી આદિ વડીલો મૃત્યુ પામ્યા પછી તેઓએ કરેલા ઉપકારોની સ્મૃતિ માટે તેઓના ફોટાઓ-મૂર્તિઓ ઉપકારી બને છે. તેમ અરિહંત પરમાત્માની મૂર્તિઓ પણ તેઓના ઉપકારો અને જીવનચર્યાની સ્મૃતિનો હેતુ હોવાથી અત્યન્ત ઉપકારી બને છે. જો કે તે મૂર્તિઓની સુરક્ષામાં યત્કિંચિત હિંસા છે. પરંતુ થોડું નુકસાન અને વધુ લાભના ન્યાયે તે ઉપેક્ષણીય છે.
આવી પરમોપકારી મૂર્તિઓને વંદન-પૂજન-સત્કાર-સન્માનાદિ ધર્મક્રિયાઓ માટે હું કાયોત્સર્ગ કરું છું. વળી તે કાયોત્સર્ગ દિવસે દિવસે વધતી શ્રદ્ધાપૂર્વક, બુદ્ધિપૂર્વક, ધીરજ-ધારણા અને ચિંતનમનનપૂર્વક હું આ કાઉસ્સગ્ન કરું છું. એટલે કે સમજી-વિચારીને હું કાઉસ્સગ્ન કરું .
(“શ્રી કલ્યાણકંદની સ્તુતિ' સૂત્ર - ૨૦) કલ્યાણકદ પઢમં જિણિ, સંતિ તઓ નેમિનિણં મુશિંદે ! પાસે પચાસ સુગણિકાણું ભાવીઇ વરે સિવિદ્ધમાણે | ૧ અપાર સંસાર સમુદપાર, પત્તા સિવ રિંતુ સુઇકસારું ! સર્વે જિયા સુરવિંદદા, કલાણ વલીણ વિસાલકંદા ૨ /
૧ ચેત્યો= મૂર્તિઓ. ૨ સત્કાર= હૈયાનો પૂજ્યભાવ. ૩ સન્માન= કોઈ પણ વસ્તુઓથી ભક્તિ કરવી તે. ૪ નિરૂપસર્ગઃ જ્યાં કોઈ પણ જાતની તકલીફો નથી, દુઃખો નથી એવું સ્થાન. ૫. અનુપ્રેક્ષા = ચિંતન, મનન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org