________________
અક્ષત-કંકુ ઇત્યાદિ જે દ્રવ્યમંગલો છે તે સાંસારિક સુખો આપે છે. અને તે નાશવંત છે તથા દુઃખથી મિશ્રિત છે. માટે સાચાં યથાર્થમંગળ નથી. જ્યારે આ ધર્મ તે અવિનાશી અને દુઃખરહિત એવા આત્મિક સુખને આપનાર છે. માટે સર્વમંગલોમાં પ્રથમ મંગલ છે તથા સંસારનાં દુઃખ અને સુખોથી મુકાવી આત્માનું જે સાચું કલ્યાણસુખ છે. તેને અપાવનાર છે તેથી સર્વકલ્યાણોનું કારણ છે. તથા વીતરાગ અને સર્વજ્ઞ પ્રભુએ જ આ ધર્મ બતાવેલો છે તેથી સર્વધર્મોમાં પ્રધાન છે. આવું જૈનશાસન (જૈનધર્મ) સદાકાળ જયવંતું હોજો.
પ્રશ્ન : “આ જૈનધર્મ સર્વધર્મોમાં પ્રધાન છે” એમ કહેવાથી બીજા ધર્મોની નિન્દા થાય છે. માટે સૂત્રકારને આવું લખવાની શી જરૂર ?
ઉત્તર : કાચને કાચ કહેવો, અને હીરાને હીરો કહેવો તેમાં કાચની નિન્દા નથી અને હીરાની પ્રશંસા નથી. ફક્ત યથાર્થનિરૂપણ માત્ર છે એવી રીતે જે ધર્મના બતાવનાર પરમાત્માઓ સ્ત્રીવાળા, શસ્ત્રવાળા, પુનર્જન્મવાળા અને રાગ-દ્વેષાદિથી ભરેલા તથા અપૂર્ણજ્ઞાની છે. તેઓએ બતાવેલા ધર્મો તેવા પવિત્ર નથી હોતા કે વીતરાગ અને સર્વજ્ઞપ્રણીત ધર્મો જેટલા પવિત્ર હોય છે. માટે કાચ અને હીરાના પ્રતિપાદનની જેમ આ સત્યકથન માત્ર છે. નથી કોઈની નિન્દા કે નથી કોઈની પ્રશંસા.
ન “શ્રી અરિહંત ચેઇઆણં' સૂત્ર -૧૯
અરિહંત ચેચાણ, કરેમિ કાઉસગ્ગ, વંદણવરિયાએ, પૂઅણવરિઆએ સકારવરિઆએ, સમાણવરિઆએ, બહિલાભવરિઆએ, નિરવસગ્નવરિઆએ સદ્ધાએ, મેહાએ, વીઈએ, ધારણાએ, અણુપેહાએ, વફ્ટમાણીએ કામિકાઉસગ્ગા
S
::
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org