________________
અને ગુણવાન મહાત્માઓ ઉપર બહુમાન વધે છે. પ્રશ્ન :- હાલ માળા ગણવામાં ગુણો ગણવાનો વ્યવહાર કયાંય જોવાતો
નથી. ઉત્તર :- દરેક ગણનારાઓને ગુણો યાદ હોતા નથી, ગુણો યાદ હોય તો પણ ક્રમશઃ યાદ રહેતા નથી. તેથી આ ગુણો જેમાં ભરેલા છે એવા ગુણી પુરૂષોના સ્મરણ દ્વારા ગુણો યાદ કરવા આ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રશ્ન :- પંચિંદિય સૂત્રથી સ્થપાતા “કલ્પિતગુરુજી” નિર્જીવ છે. પ્રેરક બનતા નથી પ્રશ્નો પુછીએ તેના ઉત્તર આપી શકતા નથી. તો પછી કલ્પવાની શી જરૂર? ઉત્તર :- જેમ પથ્થરની બનાવેલી ગાય દૂધ ન આપે પરંતુ ગાય કેવી હોય તેનું જ્ઞાન અવશ્ય કરાવે, પથ્થરનો બનાવેલો સિંહ ફાડી ન ખાય પરંતુ સિંહ કેવો હોય તેનું જ્ઞાન અવશ્ય કરાવે. પૃથ્વી ઉપર સાપોલિયામાંથી નીકળેલો સાપ ડંખ ન મારે પણ સાપ કેવો હોય તેનું જ્ઞાન અવશ્ય કરાવે, તેવી રીતે કલ્પિતગુરુ અને કલ્પિત પરમાત્મા પણ વૈરાગી ગુરુનું અને વીતરાગદેવનું જ્ઞાન-સ્મરણ અવશ્ય કરાવે . જિનેશ્વર પરમાત્માની વીતરાગાવસ્થા કેવી હોય ? તેનું જ્ઞાન મૂર્તિ અવશ્ય કરાવે. પ્રશ્ન :- એવાં કોઈ દષ્ટાન્તો છે કે જે નિર્જીવ હોય એવી પ્રતિકૃતિને જોવાથી તે મૂળ સજીવનું સ્મરણ કરાવે અને લાભ-નુકશાન કરે? ઉત્તર :- હા. અનેક દૃષ્ટાન્તો છે. સિનેમામાં બતાવાતાં ચલચિત્રો નિર્જીવ છે, છતાં કરુણરસનું ચિત્ર ચાલતું હોય તો જોનાર જાણે છે કે આ ચિત્રમાત્ર જ છે. છતાં તે ચલચિત્રમાં જેટલી વેદના-રુદન ન હોય તેથી કંઈક ગણું રુદન-વેદના જોનારાઓને થાય છે. આંખો અશ્રુભીની થાય છે. વીરરસનું ચિત્ર હોય તો જોનારાઓમાં વીરતા વ્યાપે છે. શૃંગારરસનું ચિત્ર ૧ બહુમાન = અંદરના હૈયાથી માન. ૨ ગુણી = ગુણોથી ભરેલા ગુણવાન પુરુષો. ૩ પ્રેરક = પ્રેરણા કરનાર. ૪ વીતરાગાવસ્થા = રાગ-દ્વેષ વિનાની અવસ્થ. ૫ પ્રતિકૃતિ = છબી-મૂર્તિ-ફોટો. ૬ અશ્રુભીની = આંસુઓથી ભીંજાયેલી.
સિદણ સત્ર ૧ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org