________________
ધર્મની પ્રરૂપણા કરવા વડે પ્રાણી માત્રનું હિત=કલ્યાણ કરનારા છે.
લોગપઈવાણ = લોકમાં દીપકસમાન. જેમ દીપક જગતમાં વ્યાપેલા અંધકારને દૂર કરી પ્રકાશ પાથરે છે તેમ તીર્થંકરભગવન્તો હેય-શેય અને ઉપાદેયની ધર્મદેશના આપવા વડે જીવોમાં અનાદિકાળથી વ્યાપેલા અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરનારા છે. તેથી અરિહંત ભગવત્તો લોકમાં દીપકસમાન છે. - લોગપોઅગરાણું =લોકમાં પ્રદ્યોત કરનારા. પૂર્વના વિશેષણમાં દીપકની જેમ પ્રકાશ કરનારા અને આ વિશેષણમાં પ્રદ્યોત કરનારા કહ્યા. તે બન્નેમાં આ પ્રમાણે તફાવત સમજવો. ધર્મદેશના સાંભળનારા તમામ સંજ્ઞી પંચેન્દ્રિય જીવ રૂપ જે લોક તેમાં અજ્ઞાન દૂર કરી દીપકની જેમ પ્રકાશ પાથરનારા. એવો અર્થ પ્રથમ વિશેષણનો કરવો. અને અહીં ચૌદ પૂર્વધર તથા ગણધર આદિ વિશિષ્ટ શ્રુતજ્ઞાની એવા જે લોકો, તેમના હૈયામાં રહેલા જીવ-કર્મ આદિ વિષયક પ્રશ્નો, તેને દૂર કરી પ્રદ્યોત કરનારા અર્થાત્ વિશિષ્ટ પ્રકાશ પાથરનારા, સૂક્ષ્મ સંદેહો પણ દૂર કરનારા. એવો અર્થ બીજા વિશેષણનો કરવો.
અભય દયાણું = અભયદાન આપનારા. આ સંસારમાં ફરતા નાના-મોટા તમામ જીવોને મોહનીયકર્મના ઉદયથી સાત પ્રકારના ભયો હોય છે. (૧) ઈહલોકભય = આ ભવમાં આવનારી આપત્તિઓનો ભય. (૨) પરલોકભય = આવતા જન્મમાં આવનારા નારકાદિનાં દુઃખોનો ભય. (૩) આદાન ભય = ધન-મિલકતાદિ ચોરો વડે લુંટાઈ જવાનો ભય. (૪) અકસ્માત્ ભય = આગ લાગે, જલપ્રલય આવે, મકાન બેસી જાય ઇત્યાદિ ભય. (૫) વેદનાભય =શારીરિક ટીબી, કેન્સર, આદિ રોગોનો ભય. અથવા ૧ હેય-શેય અને ઉપાદેય= આ સંસારમાં ત્યજવાલાયક શું? જાણવાલાયક શું ! અને આદરવાલાયક શું? તેની ધર્મદેશના આપનારા. ૨ જલપ્રલય= પાણીનું પુર આવે, વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org