SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ આજીવિકાભય પોતાનું જીવન જીવવાનો ધસંસાર ચલાવવાનોઆવકનો ભય. (૬) મરણભય = મરવાનો ભય. મૃત્યુનાં કારણો આવે તેનાથી ડરતા રહેવું તે. (૭) અપયશભય =જગતમાં સાચાંખોટાં કોઈ પણ કારણસર અપકીર્તિ ફેલાય તેનો ભય. આ સાતે ભયોથી અરિહંતપરમાત્મા જગતના જીવને ધર્મોપદેશ વડે મુકાવનારા છે તેથી ભયરહિત જે સ્થિતિ તે અભય આપનારા એવા અરિહંત ભગવંતો. ચખુદયાણું = અન્તર્થક્ષ આપનારા, જગતનાં તત્ત્વો ઉપરની યથાર્થ શ્રદ્ધા-રુચિ અરિહંત ભગવન્તોની દેશનાથી જ પ્રગટ થાય છે માટે તેઓ અંતર્થક્ષુ ખોલનારા છે. મગ્નદયાણું = સાચો માર્ગ આપનારા. આત્માને અપુનબંધકાદિ અવસ્થાના ક્રમે સમ્યકત્વ-સંયમ- ક્ષપકશ્રેણી-કેવળજ્ઞાનાદિ પ્રાપ્ત કરવાના સાચા માર્ગને બતાવનારા. સરણદયાણું = સાચું શરણ આપનારા. સંસારમાં જેમ રોગથી પીડાતાને વૈદ્ય શરણરૂપ છે તેમ રાગ-દ્વેષ-મોહ-અજ્ઞાનાદિ આંતરિક શત્રુઓથી પીડાતા આ જીવોને અરિહંત ભગવન્તો તત્ત્વદર્શન-મુક્તિઉપાયાદિ બતાવવા વડે શરણ આપનારા છે. બોડિદયાણું = બોધિબીજ આપનારા. બોધિબીજ એટલે સમ્યક્ત્વ=વીતરાગ ભગવંતપ્રણીત તત્ત્વની પ્રાપ્તિ. અરિહંત ભગવંતો તીર્થંકર નામકર્મના ઉદયથી સહજપણે જ પરોપકારરસિક અને અચિત્ત્વશક્તિમાન હોય છે તેમની અપૂર્વ વાણીથી જીવોને બહુધા બોધિબીજની અવશ્ય પ્રાપ્તિ થાય છે. માટે બોધિબીજ આપનારા. ધમ્મદયાણું = ધર્મ આપનારા. એટલે દુર્ગતિમાં પડતા આત્માને બચાવે એવો સમ્યજ્ઞાન અને સમ્યગ્યારિત્ર સ્વરૂપ જે ધર્મ, તે આપનારા. ૧ અપુનબંધકાદિ = ફરીથી કર્મોની દીર્ધ સ્થિતિ ન બંધાય તે; લધુકર્મીપણું ૨ બહુધા= ઘણું કરીને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001094
Book TitleJain Tattva Prakasha 3rd Edition
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, 2 Pratikraman Arth, Vivechan, & Paryushan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy