________________
પુરિસવરપુંડરીઆણું =પુરુષોમાં શ્રેષ્ઠ પુંડરીક કમળ સમાન. જેમ કમળ કાદવમાં ઉત્પન્ન થાય છે અને જલથી વૃદ્ધિ પામે છે. છતાં કાદવ અને જલને છોડીને ઉપર-અધ્ધર રહે છે. તેવી રીતે અરિહંત ભગવત્તો સંસારરૂપી કાદવમાં જ જન્મે છે. અને અનુપમ ભોગસુખોરૂપી જલથી સિંચાય છે. છતાં સંસાર અને ભોગસુખોને ત્યજીને નિઃસ્પૃહ થઈને વિચરે છે. તથા કમળ જેમ સ્વભાવે સુગંધી, આનંદદાયક છે તેમ પ્રભુ પણ ચારિત્રની સુવાસવાળા અને પવિત્ર જીવન વડે પરમ આનંદ આપનારા છે.
પુરિસવરગંધહસ્થીરું = પુરુષોમાં ગંધહસ્તી સમાન. જે હાથીમાં ઘણો મદ ઝરતો હોય છે. અને જે મદની ગંધથી બીજા હાથીઓ પરાભવ પામે છે તે હાથીને ગંધહસ્તી કહેવાય છે. સર્વ હાથીઓમાં જેમ ગંધહસ્તી શ્રેષ્ઠ છે તેવી રીતે સર્વપુરુષોમાં ઉત્તમોત્તમ, કે જેમના વિહારરૂપી પવનની ગંધથી સાત ઈતિઓના ઉપદ્રવો ચાલ્યા જાય
લોગનાહાણ = ભવ્ય જીવોરૂપ લોકના નાથ, નાથ શબ્દનો અર્થ શાસ્ત્રોમાં એવો આવે છે કે “યોગ અને ક્ષેમ કરનારા જે હોય તે નાથ”. જે વસ્તુ ન મળી હોય તેને મેળવી આપે તે યોગ, અને જે વસ્તુ મળેલી હોય તેનું આપત્તિઓથી રક્ષણ કરી આપે તે ક્ષેમ. અરિહંત ભગવત્તો જે જીવો ધર્મમાર્ગમાં જોડાયા નથી તેઓને ધર્મમાર્ગમાં જોડે છે માટે યોગ કરનારા છે. અને જે જીવો ધર્મ માર્ગમાં જોડાયેલા છે તેમનું અધર્માદિ આપત્તિઓથી રક્ષણ કરનારા છે માટે શ્રેમ કરનારા છે. તેથી લોકના નાથ છે.
લોગહિયાણ = લોકોનું કલ્યાણ કરનારા. અરિહંત ભગવત્તો
૧ સાત ઇતિઓ= સાત જાતના ઉપદ્રવો = (૧) અતિવૃષ્ટિ, (૨) અનાવૃષ્ટિ, (૩) ઉંદરોની વૃદ્ધિ, (૪) તીડાદિ જીવાતની વૃદ્ધિ, (૫) પોપટાદિ પક્ષીઓની વૃદ્ધિ, (૬) પોતાના રાજ્યનો ભય અને (૭) પરાજયનો ભય, બીજા રાજાના સૈન્યનો ભય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org