________________
સમજાવાય છે.
આઇગરાણું = દ્વાદશાંગી પ્રકાશિત કરવારૂપ ધર્મની આદિ કરનારા. જ્યારે જ્યારે તીર્થંકરભગવન્તો કેવળજ્ઞાન પામે છે. ત્યારે ત્યારે પ્રથમ ધર્મદેશના એવી આપે છે કે જેમની દેશના સાંભળીને ગણધર ભગવન્તો દ્વાદશાંગી રચે છે. માટે તે તે તીર્થકર ભગવન્તોને આશ્રયી દ્વાદશાંગી રૂપ શ્રતધર્મની આદિ કરનારા એવા અરિહંત ભગવન્તો,
તિસ્થયરાણ = તીર્થ સ્થાપનારા, જંગમ અને સ્થાવર એમ બે પ્રકારના તીર્થમાંથી, સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘમય અથવા પ્રથમ ગણધર રૂપ જંગમતીર્થને કરનારા, તીર્થની સ્થાપના કરનારા એવા અરિહંત ભગવન્તો.
સયંસંબુદ્ધાણં = બીજા કોઈ ગુરુજી વિના સ્વયં પોતાની મેળે જ અન્તિમભવમાં બોધ પામેલા. તીર્થકર તરીકેના છેલ્લા ભવમાં તેવા પ્રકારના તીવ્ર પુણ્યોદયથી જન્મે ત્યારથી જ સ્વયં પોતાની મેળે સંસારની અસારતાને જાણનારા એવા તીર્થકર ભગવંતો.
પુરિસુત્તમાર્ણ =સર્વ પુરુષોમાં ઉત્તમ સંસારી સર્વ જીવો કરતાં નીચે લખેલા ગુણો વડે અરિહંત પરમાત્મા, ઉત્તમ છે. એમ શ્રી હરિભદ્રસૂરિકૃત ‘લલિતવિસ્તરામાં જણાવ્યું છે. (૧) કાયમ પરોપકાર કરવાવાળા, (૨) સ્વાર્થ ગૌણ કરનારા, (૩) સર્વત્ર ઉચિત ક્રિયા કરનારા, (૪) સર્વદા દીનતા વિનાના, (૫) ફળ આવે જ એવાં કાર્યોનો આરંભ કરનારા, (૬) અપકારી ઉપર અત્યંત ગુસ્સા વિનાના, (૭) કૃતજ્ઞતા ગુણથી યુક્ત, (૮) દુષ્ટ વૃત્તિઓ વિનાના ચિત્તવાળા, (૯) દેવ-ગુરુ ઉપર અત્યન્ત બહુમાનવાળા, (૧૦) ગંભીર આશયવાળા.
પુરિસસીહાણું = પુરુષોમાં સિંહ જેવા. જેમ બીજાં પશુઓ કરતાં સિંહ શૂરવીર છે તેવી રીતે અરિહંત ભગવન્તો કર્મરૂપી શત્રુઓનો વિનાશ કરવામાં અત્યન્ત શૂરવીર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org