________________
દેવગતિમાં જન્મ પામનારા દેવોના ચાર ભેદો છે. (૧) ભવનપતિ, (૨) વ્યંતર, (૩) જ્યોતિષ્ક, (૪) વૈમાનિક. પ્રથમના બે જાતના દેવો આપણી નીચે પાતાળમાં વસે છે. જ્યોતિષ્ક દેવો મનુષ્યલોકથી ઉપ૨ ૭૯૦ થી ૯૦૦ યોજનની વચ્ચે વસે છે. અને વૈમાનિક દેવો અસંખ્યાત યોજન ઊંચે દેવલોકમાં વસે છે. વૈમાનિક દેવોને રહેવા માટે (૧) સૌધર્મ, (૨) ઈશાન, (૩) સનન્કુમાર, (૪) માહેન્દ્ર, (૫) બ્રહ્મલોક, (૬) લાન્તક, (૭) મહાશુક્ર, (૮) સહસ્રાર, (૯) આનત, (૧૦) પ્રાણત, (૧૧) આરણ, (૧૨) અચ્યુત એમ ઉપર બાર દેવલોકો છે. તેની ઉપર નવગૈવેયક દેવો અને તેનાથી પણ ઉપર પાંચ અનુત્તર વાસી દેવો છે. આ ૧૨ દેવલોકો, ૯ ત્રૈવેયકો અને પાંચ અનુત્તરો ઊર્ધ્વલોકમાં આવેલા છે. સાત નારકીઓ નીચે અધોલોકમાં આવી છે. આપણે જે ધરતી ઉપર છીએ તે ધરતીના પડમાં ભવનપતિ અને વ્યંતર દેવો વસે છે. આ વિષયને બતાવતું ચૌદ રાજલોકનું ચિત્ર આ સાથે પાછળના પાનામાં આપેલ છે. અસંખ્યાતા યોજનનો એક રાજ થાય છે. એવા ચૌદ રાજ ઊંચો આ લોક છે. પહોળાઈમાં ઠેઠ નીચે સાત રાજ છે. મધ્યમાં ઘટતો ઘટતો એક રાજ છે. ઉપર વધતો વધતો પાંચમા દેવલોક પાસે પાંચ રાજ અને ઠેઠ ઉપર ફક્ત એક રાજ છે. તેથી તેનો આકાર બે પગ પહોળા કરી કેડે હાથ ટેકાવી ઊભેલા મનુષ્ય જેવો થાય છે.
ઉપરના વૈમાનિક દેવોમાં એકેક દેવલોકમાં જેટલાં દેવવિમાનો છે તેટલાં જ શાશ્વત જૈનદેરાસરો ત્યાં છે. એકેક દેવવિમાનમાં એકેક દેરાસર છે. એકેક દેરાસરમાં ૧૨૦ પ્રતિમાજી છે. તે તમામ દેરાસરોને પશ્ચિમ સિવાયની બાકીની ત્રણે દિશામાં ત્રણ દરવાજા છે. દરેક દરવાજામાં પ્રવેશ કરતાં જ એકેક ચૌમુખજી ભગવાન છે. એટલે ૩ દરવાજા × ૪ ચૌમુખજી = ૧૨ મૂર્તિ ત્રણ દિશામાં છે. અને
વિશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org