________________
સમસ્ત એવા પણ સંઘને ભદ્ર-કલ્યાણ અને મંગલ આપનારી, તથા હંમેશાં સાધુઓને શિવ-સંતોષ અને પુષ્ટિ આપનારી એવી હે દેવી ! તમે જય પામો. | ૮ | “ભવ્યાનાં કૃતસિદ્ધ, નિવૃત્તિ-નિર્વાણ-જનની સત્તાનાં આ અભયપ્રદાનવિરતે, નમોસ્તુ સ્વરિપ્રદે તુચ્ચમ્ | ૯ ||
ભવ્ય પ્રાણીઓને સિદ્ધિ આપનારી, નિવૃત્તિ (ચિત્તની સમાધિ) અને નિર્વાણ (મોક્ષપદ) આપનારી, અભયપણું (નિર્ભયતા) આપવામાં તત્પર તથા સ્વતિ (કલ્યાણ) આપનારી એવી હે દેવી! તમને અમારા નમસ્કાર હો. || ૯ ||
“ભક્તાનાં જનુનાં, શુભાવ" નિત્યમુધ દેવિ | સખ્યષ્ટિનાં ધૃતિ, રતિ-મતિ-બુદ્ધિwદાનાય“ ૧૦ ||
ભક્તિભાવવાળા જીવોને કલ્યાણ આપવામાં નિત્ય ઉદ્યમવાળી, તથા સમ્યગ્દષ્ટિ જીવોને ધીરજ-પ્રીતિ-મતિ અને બુદ્ધિ આપનારી એવી હે દેવી! તમને અમારા નમસ્કાર હોજો. જે દેવી સંઘના જીવોને શાન્તિ આપનારી છે તેને અમારા નમસ્કાર હોજો. || ૧૦ || “જિનશાસન વિરતાનાં, શાક્તિનતાનો ચ જગતિ જનતાનાં 1 શ્રી સંપત્કીર્તિ યશોવર્ધનિ, જયદેવિ વિજયસ્વ || ૧૧ NI
જૈન શાસનમાં ઓતપ્રોત એવી અને શાન્તિનાથ ભગવાનને નમસ્કાર કરનારી એવી જનતાને આ જગતમાં લક્ષ્મી, સંપત્તિ, કીર્તિ અને યશને વધારનારી હે જયાદેવી તમે જય પામો. I ૧૧ || ૧ કુતસિદ્ધ = સિદ્ધિને કરનારી ૨ નિવૃત્તિઃ શાન્તિ, નિર્વાણ = મોક્ષ, જનની =આપનારી. ૩ અભય = નિર્ભયતા, પ્રદાન = આપવામાં, નિરતે = તત્પર એવી. ૪ સ્વતિ = કલ્યાણ, પ્રદે = આપનારી. ૫ શુભાવહ = સુખ આપનારી. ૬ નિત્યમ્ = હંમેશાં, ઉઘતે = ઉદ્યમવાળી. ૭ સમ્યગ્દષ્ટિનાં = જૈન ધર્મ ઉપર અત્યન્ત રુચિ-પ્રીતિવાળા જીવોને. ૮ ધૃતિ = ધીરજ, રતિ = પ્રસન્નતા, મતિ = મનનશક્તિ, બુદ્ધિ = ચિંતનશક્તિ, પ્રદાનાય = આપનારી. ૯ જિનશાસન = જૈનશાસનમાં, નિરતાનાં = રક્ત, આસક્ત. ૧૦ શાનિતાનાં = શાન્તિનાથ ભગવાને નમસ્કાર કરનારી જનતા.
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org