________________
નજીતાય તેવા, ત્રણે ભુવનના મનુષ્યોનું પાલન કરવામાં ઉદ્યતતમ એવા તે શાન્તિનાથ પ્રભુને મારા સતત નમસ્કાર હોજો. | ૪
સર્વદુરિતીઘનાશનર, કરાય સવશિવપ્રશમનાય ! "દુષ્ટગ્રહ-ભૂત પિશાચ, શાકિનીનાં પ્રમથનાય" II ૫ II
સર્વે પાપોના સમૂહનો નાશ કરનારા, સર્વ ઉપદ્રવોને શાન્ત કરનારા, પીડા કરનાર એવા દુષ્ટગ્રહ-ભૂત-પિશાચ અને શાકિનીને શિક્ષા કરનારા એવા શાન્તિનાથ પ્રભુને નમસ્કાર હોજો. | ૪ ||
“ચચેતિ નામમંત્ર પ્રધાન વાકયોપયોગકૃતતોષા | વિજયા કુરુતે જનહિત, મિતિ ચ નુતા નમત તું શાંતિ ૬ll
જે શાન્તિનાથ ભગવાનના પૂર્વોક્ત એવા નામરૂપી મન્નમય એવું સર્વોત્તમ વાક્ય વારંવાર બોલવાનો ઉપયોગ કરવાથી અત્યન્ત ખુશ થયેલી, તથા સ્તુતિ કરાયેલી એવી વિજયાદેવી લોકોનાં હિત કરે છે. તે શાન્તિનાથ ભગવાનને તમે નમસ્કાર કરો. | ૬ ||
“ભવતુ નમસ્ત ભગવતિ, વિયે સજયે પરાપરેરાજિતે અપરાજિતે જગત્યાં, જયતીતિ ચાવહે ભવતિ || ૭ II
હે ભગવતી વિજયાદેવી, સુજયાદેવી, અન્ય દેવોથી નહિ જિતાયેલી એવી અજિતાદેવી, કોઈ સ્થાને પરાભવ ન પામેલી એવી છે અપરાજિતા દેવી! તમો ચારે દેવીઓ આ પૃથ્વીને વિષે વિજય પામો છો. આ પ્રમાણે સ્તુતિ કરવાથી સ્તુતિ કરનારાઓને જય આપનારી છો. એવી હે ચારે દેવીઓ ! તમને અમારા નમસ્કાર થાઓ. // ૭ .
સર્વચાપિ ચ સંઘસ્ય, ભદ્ર-કલ્યાણ-મંગલ-મદદે ! સાધૂનાં ચ સદા શિવ, સુષ્ટિ-પુષ્ટિ-પ્રદ જીયાઃ II ૮ll ૧ ઉદ્યતતમ = તત્પર, તન્મય. ૨ સર્વદુરિત = સર્વે પાપોના, ઓઘ= સમૂહનો, નાશનકરાય= નાશ કરનારા. ૩ સર્વ = બધા, અશિવ= ઉપદ્રવોને, પ્રશમનાય= શાન્ત કરનારા. ૪ દુષ્ટગ્રહ= ખોટા અથવા વિરુદ્ધ ગ્રહ વગેરે. ૫ પ્રમથના =શિક્ષા આપનારા એવા. ૬ નામમંત્ર = શાન્તિનાથ ભગવાનના નામરૂપી મંત્રમય એવું, પ્રધાન= સર્વોત્તમ, વાક્યોપયોગ= વાક્યને વારંવાર બોલવું, કૃતતોષા = થયો છે સંતોષ જેણીને એવી દેવી. ૭ નુતા = સ્તુતિ કરાયેલી. ૮ પરાપરૈઃ = બીજા દેવોથી, અજિતા નહિ જિતાયેલી ૯ જયાવહ = જયને આપનારી. ૧૦ ભદ્ર = સુખ કલ્યાણ = નિરૂપદ્રવત્તા, મંગલ = મંગલમયતા, મદદે = આપનારી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org