SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) ઈહલોકારશંસાપ્રયોગ =આ લોકમાં ધર્મના પ્રભાવથી સુખી થવાની ઇચ્છા થવી તે. (૨) પરલોકાશંસાપ્રયોગ =ધર્મના પ્રભાવથી પરભવમાં દેવ થવાની, સુખી થવાની, અથવા રાજા-મહારાજા કે ચક્રવર્તી થવાની ઇચ્છા થવી તે. (૩) જીવિતાસંસાપ્રયોગ =સંસારનું સુખ આવે ત્યારે લાંબું લાંબુ જીવન ઇચ્છવું તે. (૪) મરણશંસાપ્રયોગ =સંસારનું દુઃખ આવે ત્યારે મરણ ઇચ્છવું તે. (૫) કામભોગાશંસાપ્રયોગ =અતિશય કામ-ભોગોની તથા તેનાં સાધનોની ઇચ્છા કરવી તે. સંલેખનાવ્રતના આ પાંચ અતિચારોની હું નિન્દા તથા વિશેષનિન્દા કરું છું તથા આવા અતિચારો મને મરણાન્ત પણ ન હજો એમ ઇચ્છું છું. ૩૩ કાણ કાઇઅસ, પડિકમે વાઇઅર્સ વાયાએ ! માણસા માણસિઅરસ, સવાસ વગાઇઆરસ ૩૪ . આ ગાળામાં સમ્યત્વવ્રત, શ્રાવકનાં બારવ્રત, તથા સંલેખનાવ્રત એમ સર્વે પણ વ્રતોના અતિચારોનું એકીસાથે પ્રતિક્રમણ કરેલું છે. ઉપરોક્ત સર્વે વ્રતોના જે કોઈ નાના-મોટા અતિચારો મેં કાયાથી કર્યા હોય, ભાષાથી બોલ્યો હોઉં, અને મનથી વિચાર્યા હોય, તે સર્વે અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. // ૩૪ | “વંદણ-વય- સિખા, ગારસુ સનના-સાય દંડેસુલ ગુનીસુ આ સમિલ્સ અ, જે આ આઇઆરો તે નિટે ૩૫ . આ ગાળામાં કરવા લાયક ઉત્તમ ધર્મકાર્યોમાં મારાથી જે કોઈ દોષ સેવાઈ ગયો હોય તેની નિન્દા કરું છું. એકેક ધર્મકાર્યને યાદકરીને અતિચારોની નિંદા કરું છું. (૧) વંદનકાર્ય =બે પ્રકારનું છે. દેવને વંદન અને ગુરુને વંદન. આ બન્ને કાર્યો કરવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001094
Book TitleJain Tattva Prakasha 3rd Edition
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, 2 Pratikraman Arth, Vivechan, & Paryushan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy