________________
(૨) વ્રતકાર્ય =શ્રાવકજીવનનાં પાંચ અણુવ્રતાદિ ઉપરોક્ત બાર વ્રતોનું પાલન કરવામાં;
(૩) શિક્ષાકર્મ =શાસ્ત્રોનો અભ્યાસ કરવો તે ગ્રહણશિક્ષા, અને તે પ્રમાણે પોતાનું જીવન બનાવવું તે આસેવનશિક્ષા, એમ બે પ્રકારની શિક્ષા પાળવામાં;
(૪) ગારવ =ત્રણ જાતની લાલસાને ગારવ કહેવાય છે. (૧) ઘીદૂધ-દહીં વગેરે રસવાળી વસ્તુઓ ખાવાની ઇચ્છા તે રસગારવ, (૨) ધનધાન્યાદિ સમૃદ્ધિની ઇચ્છા તે ઋદ્ધિગારવ, અને (૩) સુખ-આરોગ્ય વગેરેની ઇચ્છા તે સાતાગારવ આ ત્રણ પ્રકારના ગારવ (લાલસાઓ) મેં કર્યા હોય;
(૫) સંજ્ઞા =આહાર, ભય, મૈથુન અને પરિગ્રહાદિ સંજ્ઞાઓ તથા બીજી ૧૦-૧૬ સંજ્ઞાઓ સેવી હોય;
(૬) કષાય =જેનાથી સંસાર વધે તે ક્રોધ-માનાદિ ચાર કષાયો કર્યા હોય;
(૭) દંડ =જે અશુભયોગોથી આત્મા ધર્મભ્રષ્ટ થાય તે દંડ, મનદંડ, વચનદંડ, કાયદંડ કર્યા હોય;
(૮) ગુપ્તિ =મનગુપ્તિ વગેરે ઉત્તમ એવી ત્રણ ગુપ્તિઓ પાળી ન હોય;
(૯) સમિતિ =ઈર્યાસમિતિ વગેરે ઉત્તમ એવી પાંચ સમિતિ બરાબર પાળી ન હોય;
- આ પ્રમાણે ઉપરોક્ત ધર્મકાર્યોમાં મારા જીવે જે કોઈ અતિચારો અથવા દોષો લગાડ્યા હોય તે તમામ અતિચારોની હું નિન્દા કરું છું. ૩૫ |
અહીં વ્રતોના અતિચારોની, તથા પ્રાસંગિક ધર્માનુષ્ઠાનોના ૧ પ્રાસંગિક = પ્રસંગને અનુરૂપ. ૨ ધર્માનુષ્ઠાન = ધર્મક્રિયાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org