________________
અતિચારોની નિન્દા-ગર્હા-પ્રતિક્રમણાદિની વાત પૂર્ણ થાય છે. શ્રાવકશ્રાવિકાનાં કુલ બારવ્રતો છે. અને તેના ૧૨૪ અતિચારો છે. તેની ટૂંકી સમજ આ પ્રમાણે છેઃ
(૧) જ્ઞાનાચારના
८
(૩) ચારિત્રાચારના
८
(૫) વીર્યાચારના
૩
(૭) સમ્યક્ત્વ મૂલવ્રતના ૫ (૯) કર્માદાનના
૧૫
(૨) દર્શનાચારના
८
(૪) તપાચારના
૧૨
(૬) બારવ્રતના પાંચપાંચ ૬૦
(૮) સંલેખના વ્રતના
૫
૧૨૪
એમ ૧૨૪ અતિચારો સમજવા.
વંદિત્તાની પાંત્રીસ ગાથા સુધીમાં ઉપરોક્ત ૧૨૪ અતિચારોનું વર્ણન કર્યું. હવે પછીની ગાથાઓમાં આવો ધર્મપ્રિય સમ્યગ્દષ્ટિ જીવ કેવો હોય તેનું વર્ણન કરે છે.
“સમ્મÊિદ્ધિ જીવો, જઇવિ હુ પાપં સમાયરે કિંચિ 1 અપ્પો સિ હોઇ બંધો, જેણ ન નિદ્વંસણં કુણઇ II ૩૬ II
સમ્યગ્દષ્ટિ એવો આત્મા (ગૃહસ્થ હોવાથી) જો કે કંઈક પાપાચરણ કરે છે. તો પણ તે આત્માને અલ્પકર્મબંધ થાય છે. કારણ કે તે આત્માના પરિણામ નિધ્વંસ હોતા નથી અર્થાત્ કોમળ હોય છે. માટે ચીકણાં કર્મ બંધાતાં નથી. II ૩૬ ॥
“તં પિ હું સપડિક્ષ્મણં, સમ્પરિઆવું સ ઉત્તરગુણં ચ । ખિમાં ઉવસામેઇ, વાહિવ્વ સુસિખિઓ વિો II ૩૭ II
સારો સુશિક્ષિત વૈદ્ય જેમ વ્યાધિને જલ્દી શાન્ત કરે છે તેમ આ સમ્યગ્દષ્ટિ જીવ થોડા પણ તે કરેલા પાપને પ્રતિક્રમણ, પશ્ચાત્તાપ, અને પ્રાયશ્ચિત્ત કરવા દ્વારા બહુ જલ્દી નાશ કરે છે. II ૩૭ II
૮૧ પાપાચરણ = પાપવાળાં આચરણો. ૨ અલ્પકર્મબંધ = બહુ જ થોડું કર્મ બંધાય તે. ૩ નિર્ધ્વસ = કઠોર, આકરાં. ૪ સુશિક્ષિત = ભણેલો-ગણેલો વૈદ્ય, ૫ વ્યાધિને = રોગને. ૬ પ્રાયશ્ચિત્ત = કરેલા પાપના દંડ રૂપે તપાદિ કરવા તે.
(પ્રતિક્ષણ સૂત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org