________________
આ ચોવીશ ભગવન્તો જુદા-જુદા સંસારી જીવો જ હતા. ભવોભવમાં એટલે કે સંસારમાં રખડતા જ હતા. તેઓને કંઈક કંઈક ધર્મનાં સાધનો મળતાં ગયાં, તેનાથી ધર્મ-આરાધના કરતાં કરતાં ઊંચા-ઊંચા ગુણવત્તાવાળા ભવો મળતા ગયા, સંસારમાં ઉપર આવતા ગયા, છેલ્લેથી ત્રણ ભવો બાકી રહ્યા હોય ત્યારે આ મનુષ્યભવમાં વધુમાં વધુ તપ-સંયમ પાળી એવી ઊંચી ભાવના ભાવે છે કે એવી મારી શક્તિ ક્યારે આવે કે હું સર્વ જીવોને ધર્મના રસિક બનાવું, સર્વે જીવોને સંસારમાંથી તારું. આવી ભાવનાથી પરોપકાર કરવાના ફળવાળું “તીર્થકર નામકર્મ” બાંધી દેવ અથવા નરકના ભવમાં જન્મી, છેલ્લો મનુષ્યનો ભવ કરી, તીર્થંકર થઈ, મોક્ષે જાય છે. જે કોઈ સંસારી આત્મા આવી ઊંચી ધર્મ-આરાધના કરે, ઊંચી ભાવના ભાવે તે તીર્થંકર થઈ શકે છે. અને તે સંસારમાં ફરતા જીવોમાંથી જ થાય છે. પરમાત્મા થયેલ આત્મા ફરી સંસારમાં આવતા નથી.
પ્રશ્ન :- દરેક ચોવીશીમાં ચોવીશ જ તીર્થકર ભગવત્તો કેમ થાય છે ? તથા ચોવીશ સિવાય બીજાઓએ આવી ધર્મઆરાધના કરી હોય અને પરોપકારની આવી ઉમદા ભાવના ભાવી હોય તો તેઓ શું તીર્થકર ન થાય ?
ઉત્તર :- આવું મહાન પુણ્ય ઉપાર્જન કરનારા અને આખા જગતને તારવાની વિશાળ કરુણાવાળા જીવો બહુ થોડા જ હોય છે. ભરત-ઐરાવત એમ બે ક્ષેત્રોમાં ચોવીશ જ થાય તેવો નિયમ છે. પરંતુ ચોવીશથી વધારે જીવો જો આવું પુણ્ય ઉપાર્જન કરે તો મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર ભગવાન થઈ શકે છે. ત્યાં ચોવીશનો નિયમ નથી. સદાકાળ તીર્થકર ભગવન્તો થયા કરે છે.
વળી ભરત-ઐરાવતક્ષેત્રમાં ચડતી-પડતો કાળ છે પ્રથમના બે અને છેલ્લા બે એમ ચાર-ચાર આરા તો મોક્ષ વિનાના હોય છે. ફક્ત ત્રીજા-ચોથા આરામાં જ તીર્થંકરો થાય છે માટે અલ્પસંખ્યા છે. અહીં કેટલાક આચાર્યો એવી પણ યુક્તિ જણાવે છે કે ત્રીજા-ચોથા આરામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org