________________
(૧૬) શાન્તિનાથ, (૧૭) કુંથુનાથ, (૧૮) અરનાથ, (૧૯) મલ્લિનાથ, (૨૦) મુનિસુવ્રતસ્વામી, (૨૧) નમિનાથ, (૨૨) નેમિનાથ, (૨૩) પાર્શ્વનાથ, (૨૪) અને શ્રી મહાવીરસ્વામી. | ૨-૩-૪ પાંચ-છ અને સાત એમ પાછળની ત્રણ ગાથામાં આ ચોવીસે ભગવંતોની સ્તુતિ છે કે “આ પ્રમાણે મેં સ્તવેલા, રજ અને મેલ વિનાના, જરા અને મરણ વિનાના, રાગ-દ્વેષને જીતવાવાળા ચોવીસે તીર્થકર ભગવન્તો મારા ઉપર પ્રસન્ન થાઓ. કીર્તન કરાયેલા, વંદન કરાયેલા, પૂજન કરાયેલા તથા લોકમાંથી ઉત્તમ સિદ્ધિપદને પામેલા એવા હે તીર્થકર ભગવન્તો તમે મને આરોગ્ય, બોધિબીજ અને ઉત્તમ એવી સમાધિ આપો, જેઓ ચંદ્રથી વધારે નિર્મળ છે. સૂર્યથી અધિક પ્રકાશ કરનારા છે. સમુદ્ર જેવા ગંભીર છે, તે સિદ્ધભગવંતો મને સિદ્ધિપદ આપો. || પ-૬-૭ | પ્રશ્ન :- બીજા દર્શનકારો પ્રભુના ૨૪ અવતાર માને છે. તેની સાથે આ ૨૪ તીર્થકર ભગવન્તોની માન્યતાને શું સામ્ય ખરું ? ઉત્તર :- ના, બન્નેની માન્યતા તદ્ન જુદી છે. કારણ કે બીજા દર્શનકારો એમ માને છે કે ધર્મની ગ્લાનિ દૂર કરવા માટે તથા આસુરી તત્ત્વોનું દમન કરવા માટે પ્રભુ પોતે વારંવાર જન્મ ધારણ કરે છે. તેથી ભગવાનના ૨૪ અવતાર થાય એમ કહ્યું છે. જૈન દર્શનકારો એમ જણાવે છે કે જેઓ ઈશ્વર બન્યા-પરમાત્મા બન્યા તેઓ રાગ-દ્વેષ-મોહ વિનાના વીતરાગ છે. તેઓને ધર્મ કરનારાઓ ઉપર પ્રેમ અને આસુરી તત્ત્વ ઉપર દ્વેષ હોતો નથી. જગસ્વભાવે સારા-નરસા જીવો જન્મે છે, તથા મોક્ષે ગયેલા ભગવંતો કર્મ વિનાના છે એટલે ફરી સંસારમાં જન્મ લેતા નથી. માટે આ બન્ને માન્યતા તદ્દન જુદી છે. ૧. ગ્લાનિ = હાનિ, હીનતા. ૨. આસુરીતત્ત્વ = બીજાનો પરાભવ કરે તેવા જીવોનો ઉપદ્રવ.
કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org