________________
ફક્ત ચોવીસ વખત જ ઉચ્ચ પ્રકારના ગ્રહો અને નક્ષત્રોનો યોગ આવે છે. માટે ચોવીસ જ તીર્થંકર મહાત્માઓ જન્મે છે. કદાચ આ યુક્તિ સત્ય પણ હોય તો તે વિષયના જ્ઞાની મહાત્માઓ જાણે.
કરેમિભંતે સૂત્ર
-
G
કરેમિ ભંતે ! સામાઇયું, સાવ જોગં પચ્ચખ્ખામિ, જાવ નિયમ પશુવાસામિ, દુવિહં, તિવિહેણ, મણેણં વાયાએ, કાએણં, ન કરેમિ, ન કારવેમિ, તસ્સ ભંતે ! પડિમામિ, નિંદામિ, ગરિહામિ,અપ્પાણે વોસિરામિ !
Jain Education International
આ સૂત્રમાં સામાયિક ગ્રહણ કરવાની પ્રતિજ્ઞા છે. સાવદ્ય યોગના ત્યાગનું પચ્ચખ્ખાણ આપવામાં આવે છે. જ્યાં સુધી હું આ સામયિકવ્રતમાં રહીશ. ત્યાં સુધી મન-વચન-કાયાથી પાપ કરીશ નહિ અને કરાવીશ નહિ. આવાં પાપોથી હું મારા આત્માને પ્રતિક્રમું છું. નિંદુ છું. વિશેષ નિંદુ છું અને પાપોથી આત્માને નિવૃત્ત કરું છું. આ સૂત્ર સામાયિકના પચ્ચખ્ખાણ સ્વરૂપ છે. જ્યારે આ સૂત્ર બોલીએ ત્યારે સામાયિક ચાલુ થાય છે. પૂજ્ય ઉમાસ્વાતિજી મ. તત્ત્વાર્થસૂત્રના પહેલા સૂત્રમાં ‘સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યગ્યારિત્ર એ ત્રણને મોક્ષનો માર્ગ કહે છે. સમ્યગ્યારિત્રના પાંચ ભેદ છે. તેમાં પ્રથમ ભેદ સામાયિક છે. સમતાભાવની પ્રાપ્તિ તે સામાયિક કહેવાય છે જેમાં આત્મા હળવાશ અનુભવે છે. આ જીવ અનાદિકાળથી મનગમતી વસ્તુઓની પ્રાપ્તિમાં હર્ષ અને અણગમતી વસ્તુઓની પ્રાપ્તિમાં શોક કર્યા કરે છે. તે બન્નેને રોકી મનની સમતોલવૃત્તિ રાખવી તે સામાયિક કહેવાય છે.
સંસારના સર્વથા ત્યાગી એવા સાધુ-સાધ્વીજી મહારાજાઓને
૧ સાવદ્યયોગના = પાપવાળાં કાર્યોના. ૨ સમતાભાવની= રાગ-દ્વેષ વિનાના મધ્યસ્થ સ્વભાવની. ૩ સમતોલવૃત્તિ= સરખું આચરણ.
પ્રતિમ સુન
For Private & Personal Use Only
www.jainelibrary.org