________________
સ્વામીના મુગુટોમાં રહેલાં વિકસ્વર એવાં જે કમલો, તે કમલોની પંક્તિ વડે પૂજાએલા એવા તથા નમસ્કાર કરનારાઓના પૂર્યા છે મનોવાંછિતો જેમણે એવા જિનેશ્વર ભગવંતોના તે ચરણોને હું મારી ઇચ્છાપૂર્વક ભાવથી નમસ્કાર કરું છું. ! ૨ ||
જ્ઞાન વડે અગાધ (ઊંડું), સારા-સારા શ્લોકોની રચનારૂપી પાણીના પૂર વડે મનોહર જીવોની અહિંસારૂપી પાણીના સતત તરંગો મળવાથી અગાધર બન્યું છે શરીર જેનું એવા, સિદ્ધાન્તોની ચૂલિકારૂપી વેલવાળા, મોટા-મોટા પાઠોરૂપી મણિઓથી ભરપૂર, દૂર છે કાંઠો જેનો એવા વીરપ્રભુના આગમરૂપી સમુદ્રને હું આદર સહિત સેવું છું. ૩ છે.
ઠેઠ મૂળ સુધી ડોલતા એવા ફૂલની રજમાં ઘણી સુગંધને લીધે ચોંટી ગયેલા એવા ભમરાઓની પંક્તિના ઝ-ઝ એવા અવાજવાળાં સારાં અને નિર્મળ પાંદડાંવાળા કમળના ઘરની ભૂમિમાં નિવાસ કરનારી, કાન્તિના સમૂહથી સુશોભિત એવી, શ્રેષ્ઠ કમળ છે હાથમાં જેને એવી, ચમકતા હારોથી સુશોભિત, વાણીના સમૂહરૂપ શરીરવાળી, હે દેવી ! આ સંસારમાં સારરૂપ અને ઉત્તમ, એવો સંસારનો વિરહ (મોક્ષ) મને આપો | ૪
પૂ. હરિભદ્રસૂરિજીની કોઈપણ કૃતિમાં છેલ્લે “વિરહ” શબ્દ આવે છે. તે તેઓની કૃતિનું સૂચક છે. પોતાને અકાળે થયેલા શિષ્યોના વિરહના સૂચક આ શબ્દો લખ્યા છે.
(શ્રી પુફખરવરદીવડ્યું સૂત્ર - ૨૨) પુફખર-વર-દીવફ્ટ, વાઇ-સંડે-અ-જંબુદી અ I ભરઠેરવચવિદેહે, ધમ્માઈગરે નમંસામિ || 1 ||
-
-----
-
-
૧ પંક્તિ = લાઈન, હારમાલા. ૨ અગાધ = ઊંડું. ૩ કૃતિ = રચના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org