________________
ચિર-સંચિઅ-પાવ-પણાસણીઇ, ભવ-સચ-સહસ્સ-મહણીએ 1 ચઉવીસ-જિણ-વિણિગ્ગય-કહાઇ, વોલંતુ મે દિઅહા || ૪૬ ||
ચિરસંચિઅ =લાંબા કાળનાં બાંધેલા, પાવપણાસણીઇ–પાપોનો
નાશ કરનારી
ભવસયસહસ્સ = લાખો ભવોનું, મહણીએ =મથન કરનારી,
કાપનારી ચઉવીસજિણ–ચોવીસ જિનેશ્વર પ્રભુના, વિણિગ્ગયકહાઇ =મુખથી નીકળેલી ધર્મકથા વોલંતુ =પસાર થજો મે=મારા દિઅહા=દિવસો લાંબા કાળનાં બંધાયેલાં પાપોનો નાશ કરનારી, લાખો ભવોનું મથન કરનારી,ચોવીસ જિનેશ્વરભગવન્તોના મુખથી નીકળેલી ધર્મકથાઓ કરતાં કરતાં મારા દિવસો પસાર થજો. ॥ ૪૬ ॥
“મમ મંગલ મરિહંતા, સિદ્ધા સાહૂ સુબં ચ ધર્મો અ। સમ્મÉિટ્ઠિ દેવા, દિંતુ સમાહિં ચ બોહિં ચ || ૪૭ ||
(૧) અરિહંત પરમાત્મા, (૨) સિદ્ધ પરમાત્મા, (૩) સાધુભગવન્તો, (૪) શ્રુતધર્મ આ ચારે મને મંગલભૂત હોજો, તથા સમ્યગ્દષ્ટિ દેવો મને સમાધિ અને બોધિબીજ આપજો. ૫૪૭ || “પડિસિદ્ધાણં કરણે, કિચ્ચાણ મકરણે પડિક્કમણં 1 અસદહણે અ તહા, વિવરીય પરૂવણાએ અ II ૪૮ ॥
આ ગાથામાં પ્રતિક્રમણ શા માટે કરાય છે તેનાં ચાર કારણો બતાવેલ છે. તે આ પ્રમાણે છે : (૧) પડિસિદ્ધાણં કરણે =શાસ્ત્રોમાં પ્રતિષેધ કરેલાં અશુભ કામો આપણે કર્યાં હોય, (૨) કિચ્ચાણમકરણે =કરવા લાયક ધર્મકાર્યો ન કર્યા હોય, (૩) અસદૃહણે =શાસ્ત્રોમાં કોઈ પણ જગ્યાએ મેં અશ્રદ્ધા કરી હોય, (૪) વિપરીત પ્રરૂપણા=શાસ્ત્રથી વિરુદ્ધ પ્રરૂપણા કરી હોય; એમ આ ચાર કારણોસર મેં જે કંઈ પણ
૧ સમાધિ = સમતાભાવ. ૨ બોધિબીજ = સમ્યક્ત્વ.
190-34
Jain Education International
For Private & Personal Use Only
શ
www.jainelibrary.org