________________
જે તીર્થ એક ગામથી બીજે ગામ હાલતું ચાલતું કે હરતું-ફરતું હોય, તેને જંગમ તીર્થ કહેવામાં આવે છે. જેમ કે સાધુ-સાધ્વી, શ્રાવક - શ્રાવિકા.
પ્રશ્ન : સાધુ-સાધ્વી – શ્રાવક-શ્રાવિકાને તીર્થ કેમ કહેવાય ?
ઉત્તર : સાધુ-સાધ્વી - શ્રાવક-શ્રાવિકા બીજા આત્માઓને | ધર્મોપદેશ આપે છે. વૈરાગી બનાવે છે. ત્યાગી બનાવે છે. એટલે સંસારથી તારે છે. માટે તે ચારેને તીર્થ કહેવામાં આવે છે. એક ગામથી બીજે ગામ તેઓ વિચરે છે, માટે જંગમ કહેવાય છે. ભગવાન આવા જંગમ તીર્થને સ્થાપે છે માટે ભગવાન તીર્થકર કહેવાય છે.
આમ અરિહંત પરમાત્માઓને જ તીર્થંકર ભગવાન કહેવાય છે. અને તીર્થકર ભગવન્તોને જ અરિહંત પરમાત્મા કહેવાય છે. તેઓને પહેલા પદમાં નમસ્કાર કરવામાં આવ્યા છે.
આ અરિહંત પરમાત્મા સશરીરી છે. હજુ ચાર અઘાતી કર્મોવાળા છે. નિરંજનછે, પરંતુ સાકાર છે. દેહધારી હોવાથી તેઓ સ્વમુખથી જ ધર્મદેશના આપે છે. જગતના જીવોને સંસાર તરવાનો સાચો રસ્તો બતાવે છે.
જેઓ ભગવાનને નિરંજન-નિરાકાર૧૦ જ માને છે, એટલે જેમના પ્રભુ દેહધારી નથી, તેઓને ઉપદેશ પ્રભુએ આપ્યો છે, એમ કહેવાય નહીં કારણ કે દેહ વિના મુખ ન હોય, અને મુખ વિના બોલાય નહીં, તેથી પ્રભુએ ધર્મોપદેશ આપ્યો છે એમ કહી શકાય નહીં.
કદાચ કોઈ એમ પણ કહે કે પ્રભુ મોક્ષે ગયા બાદ ધર્મનું રક્ષણ
૧ સાધુ = સંસારના ત્યાગી, વૈરાગી. ૨ શ્રાવક = ઘરમાં રહીને વ્રત કરનારા. ૩ ધર્મોપદેશ = ધર્મનો ઉપદેશ. ૪ વૈરાગી = વૈરાગ્ય ધારણ કરનાર. ૫ વિચરે છે = આવ -જા કરે છે. ૬ સશરીરી = શરીરવાળા, કાયાવાળા. ૭ અઘાતી = આત્માના ગુણોનો નાશ ન કરે તે. ૮ નિરંજન = રાગ વિનાના. ૯ સાકાર = શરીરવાળા. ૧૦ નિરંજનનિરાકાર = રાગ અને શરીર વિનાના.
લાવે તો 2 )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org