________________
જીવે જે કંઈ અતિચારો લગાડ્યા હોય તેનું હું પ્રતિક્રમણ કરું છું. ૧૪ |
ચોરોએ ચોરી કરીને લાવેલી વસ્તુઓ ઓછી કિંમત આદિના કારણે લેવી કે તેને ચોરીના ધંધામાં સહાયક થવું તે બન્ને પરંપરાએ તો ચોરીને ઉત્તેજન આપનાર હોવાથી દોષ જ છે. તથા ખોટી વસ્તુની ખરી જેવી બનાવીને ખરારૂપે વેચવી કે ખોટી વસ્તુની ખરી વસ્તુને સાથે ભેળવીને ખરી વસ્તુરૂપે વેચવી તે પણ વિશ્વાસઘાત છે. રાજ્ય વિરુદ્ધાચરણ કરવું તે પણ ઉચિત નથી. તથા ખોટાં તોલ- માન-માપાં રાખવા તે પણ વિશ્વાસઘાત હોવાથી યોગ્ય નથી. એમ આ પાંચે આચરણો વ્રતમાં દૂષણ આપનાર હોવાથી અતિચાર છે. તે ૧૪ ||
ચઉલ્થ અણુવ્યવમિ, નિચ્ચે પરદારગમણ-વિરઈઓ! આયરિઅપ્પસન્થ, ઇલ્થ પમાચપ્પલંગણ | ૧૫ I
આ ૧૫-૧૬ એમ બે ગાથામાં ચોથા વ્રતના પાંચ અતિચારો છે. પરદારાગમન-વિરમણ (પારકાની સ્ત્રીનો વ્યવહાર કરવો નહિ)) એ નામવાળા ચોથા અણુવ્રતને વિષે પ્રમાદને (મોહને) પરવશ થવાથી મારા વડે જે કંઈ પણ અપ્રશસ્ત (અશુભ) આચરણ કરાયું હોય જેમકે: એ ૧૫ |
“અપરિગ્દહિઆ-ઇત્તર, અણગ-વિવાહ-તિબપુરાગા ચઉલ્યવયસઈયારે, પડિકમે દેસિ સવ્વ + ૧૬ II
આ ગાથામાં ચોથા વ્રતના પાંચ અતિચારો છે તે આ પ્રમાણે :
(૧) અપરિગૃહીતામન જે સ્ત્રી કોઈપણ પુરુષ વડે પરણાયેલી નથી એવી કુંવારી સ્ત્રી અથવા વેશ્યા સ્ત્રી આદિ સાથે સંસારવ્યવહાર કરવો તે.
(૨) ઈત્રપરિગૃહીતાગમનઃ અમુક ટાઇમ સુધી બીજા પુરુષ વડે ભાડાથી ખરીદ કરીને રખાયેલી એવી સ્ત્રી સાથે સંસાર વ્યવહાર કરવો તે.
(૩) અનંગક્રીડા : પારકી સ્ત્રીનાં અંગ-ઉપાંગ કામ-વિકારની દૃષ્ટિથી જોવાં તથા સૃષ્ટિવિરુદ્ધ કાર્ય કરવું = અયોગ્ય અંગોથી કામસેવન કરવું તે.
(૪) પર-વિવાહ-કરણ = પોતાના પુત્ર-પુત્રી સિવાય પારકાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org