SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ તેનાથી જોડાયેલી અથવા મિક્ષ કરાયેલી વસ્તુનો ઉપયોગ કર્યો હોય, જેમકે લીંબુ નિચોવેલાં દાળ-શાક. (૩) અપકવાહારભોજન : તદ્દન કાચી ચીજોનો ઉપયોગ કર્યો હોય તે. (૪) દુષ્પાહારભોજન ઃ અડધો પાકેલો પદાર્થ ખાવો તે જેમકે ઓળો-પોંક-થોડો શેકેલો મકાઈનો ડોડો, વગેરે વાપરવાથી. (૫) તુઔષધિભક્ષણ : તુચ્છ પદાર્થોનું ભક્ષણ કરવું. જેમાં ખાવાનું થોડું હોય અને ફેંકી દેવાનું વધારે હોય તે તુચ્છ કહેવાય. જેમકે બોરસીતાફળ. આ પ્રમાણે આ બીજા ગુણવ્રતમાં લાગેલા અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. આ ઉપભોગ-પરિભોગપરિમાણ વ્રત ભોગ-ઉપભોગના પદાર્થોના પરિમાણરૂપ છે. તેથી ભોગ અને ઉપભોગના પદાર્થો મેળવવા માટે અર્થની (ધનની) અવશ્ય જરૂર રહે છે. અને ધન તે વ્યવસાયથી (વ્યાપારથી) પ્રાપ્ત થાય છે. તેથી શ્રાવક-શ્રાવિકાએ કેવા-કેવા વ્યવસાયો (વેપારો) ન કરવા. તે જણાવવા માટે આ સાતમા વ્રતના (એટલે કે બીજા ગુણવ્રતના) પ્રસંગમાં ૧૫ કર્માદાન જણાવે છે. આ પંદર પ્રકારનાં વેપારો ઘણાં કર્મો બંધાવનારા છે. તેમાં ઘણી હિંસા-ચોરી વગેરે રહેલું છે. માટે ઉત્તમ આત્માઓએ હવે જણાવાતા ૧૫ કર્માદાન ત્યજવા જોઈએ. જો ન ત્યજે તો પંદર અતિચારો લાગે છે. ॥ ૨૧ II " “ઈંગાલી વણ-સાડી-ભાડી-ફોડી-સુવએ કમ્મ । વાણિ ચૈવ દંત, લક્ષ્મ રસ-કેસ-વિસ-વિસર્ચ II ૨૨ II (૧) અંગારાકર્મ = અગ્નિ-અંગારા અને ભઠ્ઠા જેમાં કરવા પડે તેવો વેપાર, જેમકે કુંભાર-ભાડભુંજા અને ચુનારાનો વ્યવસાય. જેનાથી કર્મો બંધાય તે. ૨ ભાડભુંજા – ધાણી-ચણા શેકનાર, વેચનાર ૩ ચુનારા = ચૂનો ગરમ કરનારા. ૧ કર્માદાન = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001094
Book TitleJain Tattva Prakasha 3rd Edition
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, 2 Pratikraman Arth, Vivechan, & Paryushan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy