SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ આ ગાથાથી હવે ક્રમસર બારે વ્રતોના અતિચારોની આલોચના સમજાવે છે. તેમાં પણ ગાથા ૯-૧૦ માં પહેલ “શૂલપ્રાણાતિપાત વિરમણવ્રત”નામના પહેલા અણુવ્રતને વિષે પ્રમાદને (મોહને) પરવશ થઈને મેં જે કંઈ અપ્રશસ્ત આચરણ કર્યું હોય જેમકે : //૯ I વહ-બંધ-છવિચ્છેએ, આઈ-ભારે ભત્ત-પાણ-વુચ્છેએ પટમ- વસઈઆરે, પડિક્કમે દેસિ સબ્ધ II ૧૦ || આ ગાથામાં પહેલા વ્રતના પાંચ અતિચારો જણાવ્યા છે. તે આ પ્રમાણે : (૧) વધ = કોઈપણ જીવની હત્યા કરી હોય, (૨) બંધ = કોઈપણ જીવને દોરડા સાથે સાંકળાદિ વડે બાંધ્યો હોય, (૩) જીવોના શરીરનાં અંગ-ઉપાંગાદિ કોઈપણ અવયવો છેદ્યાં હોય, (૪) મનુષ્ય તથા પશુઓ ઉપર શક્તિ કરતાં અધિક ભાર નાખ્યો હોય, તથા (૫) નોકર-ચાકર અને પશુ-પક્ષીઓને ભોજનપાણીનો અંતરાય કર્યો હોય. એમ પહેલા વ્રતના આ પાંચ અતિચારોમાં મેં જે કંઈ પાપકાર્ય કર્યું હોય, તેનું હું પ્રતિક્રમણ કરું છું. મેં ૧૦ | “બીએ અણુવર્યામિ, પરિશુલગ-અલિચ-વચણ-વિરઈઓ ! આચરિઅમપ્રસન્થ, ઇલ્થ પમાયપ્રસંગેણં ! ૧૧ || આ ગાથામાં તથા ૧૨મી ગાથામાં બીજા વ્રતના પાંચ અતિચારો સમજાવે છે. કે “સ્કૂલ અલિકવચન (મૃષાવાદ) વિરમણવ્રત નામના બીજા અણુવ્રતને વિષે પ્રમાદને-મોહને પરવશ થવાથી અહીં મેં જે કંઈપણ અપ્રશસ્ત આચરણ કર્યું હોય જેમકે : // ૧૧ “સહસા રહસદારે, મોસુવએસે આ કુડલેહે આ બીચવચસઈઆરે, પડિક્કમે દેસિ સવ્વ | ૧૨ II ૧ અપ્રશસ્ત = અશુભ-માઠું-દુષ્ટ આચરણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001094
Book TitleJain Tattva Prakasha 3rd Edition
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, 2 Pratikraman Arth, Vivechan, & Paryushan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy