________________
માટેનું ધારેલું જે માપ, તેના પ્રમાણનું ઉલ્લંઘન કર્યું હોય.
(૪) કુષ્ય પ્રમાણાતિક્રમ તાંબુ-કાંસુ-પિત્તળ વગેરે શેષ ઘરવખરીના ! ધારેલા માપનું ઉલ્લંઘન કરવું તે. તથા
(૫) દ્વિપદ-ચતુષ્પદ પ્રમાણાતિક્રમ : બે પગાં પ્રાણીઓ નોકરચાકર, તથા ચારપગાં પ્રાણીઓ ગાય-ભેંસ વગેરે રાખવાના ધારેલા માપથી ઉલ્લંઘન કરી અધિક રાખ્યાં હોય. આ પાંચે અતિચારોમાં જે જે દોષો લગાડ્યા હોય તે અતિચારો સંબંધી સર્વદેવસિકપાપનું હું પ્રતિક્રમણ કરું છું. // ૧૮ ||
“ગમણરસ ઉપરિમાણે, ડિસાસુ ઉદ્દે અહે અ તિરિએ ચા વૃડિટસઈ અંતરદ્ધા, પઢમભિ ગુણવ્વએ નિંદે il ૧૯ II
પાંચ અણુવ્રતના પાંચ પાંચ એમ પચીસ અતિચારોનું વર્ણન સમાપ્ત થયું. હવે છઠ્ઠા વ્રતના (એટલે ત્રણ ગુણવ્રતો પૈકી પહેલા ગુણવ્રતના) અતિચારો આ ગાળામાં જણાવે છે કે : દિશાઓમાં ગમન કરવાના પરિમાણવાળા આ પહેલા ગુણવ્રતમાં ઊર્ધ્વ-અધો અને તિર્જી દિશામાં પ્રમાણથી અધિક ગયા હોઈએ, એકદિશાનું માપ બીજી દિશામાં ઉમેર્યું હોય, ધારેલું માપ ભૂલી ગયા હોઈએ તો અતિચારોની નિંદા કરું છું. / ૧૯ II
છઠ્ઠા વ્રતના (અર્થાત્ પહેલા ગુણવ્રતના) આ પ્રમાણે પાંચ અતિચારો છે :
(૧) ઊર્ધ્વદિશા પ્રમાણાતિક્રમ = ઉપર જવાના નિયમનું ઉલ્લંઘન કર્યું હોય તે.
(૨) અધોદિશા પ્રમાણાતિક્રમ = નીચેની દિશામાં જવાના નિયમનું ઉલ્લંઘન કર્યું હોય તે.
(૩) તિર્યદિશા પ્રમાણાતિક્રમ=તિર્થોચારેબાજુની દિશાઓમાં જવાના નિયમનું ઉલ્લંઘન કર્યું હોય તે.
(૪) દિવૃદ્ધિ = એક દિશાનું માપ બીજી દિશામાં ઉમેર્યું હોય. ૧ પરિમાણ = માપવાળા, પ્રમાણવાળા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org