________________
(૭) નૈવેદ્ય પૂજા કરતી વખતે બોલવાનો દુહો : | “અણહારી પદ મેં કર્યા, વિગ્રહ ગઇ અનંત
દૂર કરી તે દીજીયે, અણહારી શિવસંત // ૧ |
હે પ્રભુ ! આ સંસારમાં દરરોજ આહાર કરી કરીને હું થાકી ગયો છું. એક ભવથી બીજા ભવમાં જતાં વિગ્રહગતિમાં થોડો ટાઇમ ૧-૨-૩ સમય પૂરતું અણાહારીપણું મળે છે. પરંતુ તે ક્ષુલ્લક હોવાથી નકામું છે. આવું અણાહારીપણું મેં અનંતીવાર પ્રાપ્ત કર્યું, પરંતુ તે દૂર કરીને હવે મોક્ષસંબંધી અણાહારીપણું મને આપો. / (૮) ફળપૂજા કરતી વખતે બોલવાનો દુહો :
ઇન્દ્રાદિક પૂજા ભણી, ફળ લાવે ધરી રાગ | પુરુષોત્તમ પૂજી કરી, માગે શિવફળ ત્યાગ છે ૧ |
ભગવત્તની સમક્ષ ફળપૂજા કરવા માટે હૈયામાં ઘણો રાગ ધારણ કરીને ઇન્દ્રાદિક દેવો ઘણા પ્રકારનાં ફળો લાવી પ્રભુ પાસે ધરીને તે તમામ ફળોના ભોગવવાનો ત્યાગ કરવારૂપ “મોક્ષફળ” માગે છે. |
પ્રશ્ન : પ્રભુ વીતરાગી છે. તેમને કોઈ પુગલની જરૂર નથી. તો પછી તેમની સામે અક્ષત નૈવેદ્ય અને ફળ મૂકવાની શી જરૂર ? અંતે તો તે બધું પૂજારી જ લઈ જાય છે.
ઉત્તર : પ્રભુ વીતરાગી છે અને તેઓને અક્ષતાદિની જરૂર નથી. એ વાત તદન સાચી છે, પરંતુ “તેઓને જરૂરિયાત છે માટે પૂજા કરીએ છીએ અને અક્ષતાદિ મૂકીએ છીએ” આ કલ્પના જ ખોટી છે. પરંતુ હે પ્રભુ અનંતભવોમાં મેં અક્ષત-નૈવેદ્ય-મેવામીઠા અને વિવિધ ફળો બહુવાર ખાધાં છે છતાં ધરાયો નથી. ૧ વિગ્રહગતિ = એક ભવથી બીજા ભવ વચ્ચેની ગતિ. ૨ અણાહારી = આહાર વિનાનું સ્થાન. ૩ સુલ્લક= તુચ્છ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org