________________
ભૂખ્યો જ થાઉં છું. માટે આપ ત્યાગી છે. તેઓની સમક્ષ હું પણ આ પૌદ્ગલિક સુખોનો ત્યાગ માગું છું. એમ ત્યાગ માગવા માટે નૈવેદ્યાદિનો ત્યાગ કરવામાં આવે છે.
જે દેવો ભોગના ઇચ્છુક હોય છે તેઓ રાગાદિથી ભરેલા હોવાથી ખરેખર પરમાત્મા જ નથી માટે પૂજ્ય જ નથી અને આ પરમાત્માઓ વીતરાગ હોવાથી નૈવેદ્યાદિ ભોગોથી પૂજ્ય નથી. પરંતુ આવા ભોગોના ત્યાગથી પૂજ્ય છે. માટે જ નૈવેદ્યાદિનો તેમની સમક્ષ ત્યાગ કરવામાં આવે છે.
ભાવનાશીલ શ્રાવક-શ્રાવિકાઓ વડે પ્રભુ સન્મુખ ત્યજાયેલાં નૈવેદ્ય અને ફલાદિમાં જીવાત થવાથી વધુ જીવહિંસા ન થાય તે માટે પૂજારીને આપવાની સંઘે વ્યવસ્થા કરી છે. જેઓએ પોતાના હૈયેથી સમર્પિત કર્યું તેને તે કલ્પ નહિ માટે પૂજારીને આપવાની આ સંઘવ્યવસ્થા છે. ચામર ઢાળતી વખતે બોલવાનો દુહો :
“બે બાજુ ચામર ઢાળે, એક આગળ વજ ઉલાળે IT જઈ મેરુ ઘરી ઉસંગે, ઇન્દ્ર ચોસઠ મળીચા રંગે |
પ્રભુ પાસનું મુખડું જોવા, ભવોભવનાં પાતિક ખોવા. ૧ પ્રદક્ષિણા કરતી વખતે બોલવાના દુહા :
કાળ અનાદિ અનંતથી, ભવભ્રમણનો નહીં પાર ! તે ભવભ્રમણ નિવારવા પ્રદક્ષિણા દઉં ત્રણ વાર || ૧ | ભમતીમાં ભમતાં થકાં ભવ ભાવઠ દૂર પલાય ! દર્શન-જ્ઞાન-વ્યાત્રિ રૂપ, પ્રદક્ષિણા ત્રણ દેવાય || ૨ || જન્મ મરણાદિ ભચ ટળે, સીઝે જે દર્શન કાજ | રહેનારાય પ્રાપ્તિ ભણી, દર્શન કરો જિનરાજ || ૩ | જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન પરમ સુખ દેત જ્ઞાન વિના જગજીવડા, ન લહે તત્વસંકેત | ૪ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org