________________
પંદરમે રતિ-અરતિ, સોલમે પર-પરિવાદ, સત્તરમે માયામૃષાવાદ, અઢારમે મિથ્યાત્વશલ્ય, એ અઢાર પાપથાનકમાંહિ મ્હારે જીવે જે કોઈ પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતાં પ્રત્યે અનુમોદું હોય તે સવિ હુંમન-વચનકાચાએ કરી મિચ્છામિ દુક્કડં II
આ સૂત્રમાં પાપો થવાનાં અઢાર કારણોનાં નામો બોલીને તે દ્વારા જે કંઈ પણ પાપ થયું તેની ત્રિવિધે ક્ષમા માગવામાં આવી છે. આ સંસારી જીવમાં ઉપરોક્ત અઢાર પ્રકારનાં પાપો વત્તા-ઓછા પ્રમાણમાં આવી જાય છે અને તેનાથી પાપ બંધાઈ જાય છે. માટે બની શકે તેટલા તેનાથી સજાગ-સાવચેત રહેવું જોઈએ. આત્માને અત્યંત કોમળ-નિર્મળ-નિષ્પાપ બનાવવા પ્રયત્ન કરવો જોઈએ.
પ્રાણાતિપાત= જીવોની હિંસા કરી હોય, આરંભ-સમારંભ સેવ્યા હોય, કોઈના પણ પ્રાણો દુહવ્યા હોય, મૃષાવાદ = જૂઠું બોલ્યા હોઈએ, અદત્તાદાન = બીજાની માલિકની ચીજ તેના પૂછ્યા વિના લીધી હોય, મૈથુન = સંસારસેવન કર્યું હોય-વિષયભોગો સેવ્યા હોય, પરિગ્રહ = મમતા-મૂર્છા કરી હોય, ક્રોધ-માન-માયા-લોભ-રાગ અને દ્વેષ કરી પાપકર્મો કર્યાં હોય. કલહ એટલે કરજીયા-ઝઘડાં-ટંટા કર્યા હોય, અભ્યાખ્યાન - કોઈના પણ ઉપર આળ ચડાવ્યું હોય, કલંક આપ્યુંહોય, પૈશુન્ય એટલે ચાડી ખાધી હોય, કોઈનો પણ નાનો દોષ મોટો કરીને વગોવ્યો હોય, અંદરની પ્રીતિ-અપ્રીતિ કરી હોય, સમય આવે પારકાની નિંદા કરી હોય, કપટપૂર્વક જૂઠું બોલ્યા હોય, અને કુદેવ-કુગુરુ અને કુધર્મની શ્રદ્ધા કરી મિથ્યાત્વ ખૂબ પોપ્યું હોય, આ અઢારે-પાપસ્થાનકોમાંથી મારા જીવે જે કોઈ પાપકર્મ કર્યું હોય, કરાવ્યું હોય, અને કરતાંને સારું માન્યું હોય તે સઘળાં પાપકર્મોનું હું આજે મિચ્છામિ દુક્કડં આપું છું II
અનાદિકાળના અસાર એવા સંસારના રાગને ઓછો કરવા આ જીવને શાસ્ત્રના સતત ચિંતન-મનનમાં ગોઠવી ઉપરોક્ત પાપસ્થાનો જીવનમાંથી નાબૂદ કરવા પ્રયત્ન કરવો. આવું સુંદર ઉત્તમ જ્ઞાન આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org