________________
‘“સહસ સત્તાણું ત્રેવીશ સાર, જિનવરભવનતણો અધિકાર । લાંબા સો જોજન વિસ્તાર, પચાસ ઊંચા બહોતેર ધાર પા
(કુલ ચોર્યાશી લાખથી અધિક ) સત્તાણું હજાર અને ત્રેવીસ (૮૪૯૭૦૨૩) દેરાસરો ઊર્ધ્વલોકમાં છે. તે એકેક દેરાસર ૧૦૦ યોજન લાંબું છે, ૫૦ યોજન પહોળું છે અને ૭૨ યોજન ઊંચું છે. આટલાં વિશાળ શાશ્વત દેરાસરો ઊર્ધ્વલોકમાં છે.
“એકશો એંશી બિંબ પ્રમાણ, સભા સહિત એક ચૈત્યે જાણ 1 સો ક્રોડ બાવન ક્રોડ સંભાળ, લાખ ચોરાણું સહસ ચૌંઆલ IIII સાતસે ઉપર સાઠ વિશાલ, સવિબિંબ પ્રણમું ત્રણ કાલ સાત ક્રોડ ને બહોતેર લાખ, ભવનપતિમાં દેવળ ભાખ llo]] સભાવાળાં જે (બાર દેવલોકનાં) દેરાસરો છે તેમાં ૧૮૦ ૧૮૦ ભગવાન છે (અને સભા વિનાનાં ૯ ત્રૈવેયક તથા પાંચ અનુત્તરવાસીનાં જે દેરાસરો છે તેમાં ૧૨૦/૧૨૦ બિંબો છે ) એમ ૮૪૯૭૦૨૩ દેરાસરોની કુલ મૂર્તિઓ સો ક્રોડ =એટલે એક અબજ બાવન ક્રોડ, ચોરાણું લાખ, ચુમ્માલીસ હજાર, સાતસો અને સાએઠ પ્રતિમાજી કુલ છે ૧,૫૨,૯૪,૪,૭૬૦ પ્રતિમાજી ઉપરોક્ત મંદિરોમાં છે. તે સર્વે પ્રતિમાજીને ત્રણે કાળે હું વંદન-નમસ્કાર કરું છું. તથા અધોલોકમાં જે ભવનપતિ દેવો છે તેઓનાં સાત ક્રોડ અને બહોંતેર લાખ દેરાસરો છે. કારણ કે ભવનપતિનાં તેટલાં ભવનો અન્ય ગ્રંથોમાં કહ્યાં છે. એકેક ભવનમાં એકેક જિનમંદિર છે. એટલે સર્વે ભવનોનાં ૭,૭૨,0,0,00 જિનમંદિરો છે. IF/૭॥ એકસો એંશી બિંબ પ્રમાણ, એક એક ચૈત્યે સંખ્યા જાણ 1 તેરશે ક્રોડ નેવ્યાશી ક્રોડ, સાઠ લાખ વંદું કર જોડ તા બત્રીસે ને ઓગણસાઠ, તિતિલોકમાં ચૈત્યનો પાઠ | ત્રણ લાખ એકાણું હજાર, ત્રણનેં વીશ તે બિંબ જુહાર લા ભવનપતિના એકેક ભવનમાં (સભાઓ હોવાના કારણે) ૧૮૦ જૈન તત્ત્વપ્રકાશ
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org