SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમભાવરાખવો તે બહુમાનાચાર, (૪) સૂત્રો ભણવા માટે યથાયોગ્ય તપાનુષ્ઠાન કરવું. તે ઉપધાનાચાર. (૫) ભણાવનાર ગુરુજીને ન ઓળવવા તે અનિcવણાચાર, (૬) સૂત્રો અત્યંત સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક બોલવાં તે વ્યંજનાચાર, (૭) સૂત્રોના અર્થો શુદ્ધ વિચારવા તે અર્થાચાર, (૮) સૂત્ર તથા અર્થ એમ ઉભય યથાર્થ વિચારવાં તે ઉભયાચાર. આ બીજી ગાથામાં જ્ઞાનાચારના આઠ આચારો જણાવ્યા છે. તેમાં કહ્યા મુજબ યોગ્યકાળ, વિનય-બહુમાન-તપપૂર્વ ભણીએ, ગુરુજીને ન ઓળવીએ, સૂત્ર-અર્થ-ઉભય સ્પષ્ટ બોલીએ તો જ્ઞાનાચાર આરાધ્યો કહેવાય, તે પ્રમાણે જ્ઞાનાચારના આઠભેદો સમજવા. અને જો તેમાં લખ્યા મુજબ ન વર્તીએ તો જ્ઞાનાચારના આઠ અતિચારો કહેવાય છે. એમ સર્વગાથાઓમાં સમજી લેવું. ૫ ૨ | નિરસંઅિ નિર્કખિઅ, નિવિનિગિરછા અમૂટ્રિઠિ આ ઉવધૂહ થિરીકરણે, વચ્છલ્લ પભાવણે અટક || ૩ || આ ગાથામાં દર્શનાચારના આઠ આચારો બતાવેલા છે. તે આ પ્રમાણે છે. (૧) જિનેશ્વરપ્રભુનાં કહેલાં વચનોમાં બિલકુલ શંકા કરવી નહિ તે નિઃશંકિતાચાર. (૨) ગમે તેવા ચમત્કારો દેખાય તો પણ અન્ય મતની ઇચ્છા કરવી નહિ, તે નિશંકિતાચાર. (૩) સાધુ-સાધ્વીજી મ.નાં મલ-મલીન વસ્ત્રો દેખી તેમના પ્રત્યે દુર્ગછા ન કરવી તે અથવા ધર્મના ફળમાં સંદેહ ન કરવો તે નિર્વિતિગિચ્છાચાર. (૪) મિથ્યા મતિઓના ઠાઠમાઠ દેખી સાચા માર્ગથી ડામાડોળ ન થવું તે અમૂઢદષ્ટિ આચાર. ૧ ઓળવવા = છુપાવવા. ર અન્ય મતની = બીજાના ધર્મની, બીજા મતની, ૩ દુર્ગછા = ધૃણા-નિન્દા, ટીકા. ૪ મિથ્યામતિ = મિથ્યાષ્ટિ. ૫ ડામાડોળ = અસ્ત-વ્યસ્ત, ચલિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001094
Book TitleJain Tattva Prakasha 3rd Edition
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, 2 Pratikraman Arth, Vivechan, & Paryushan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy