SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ નામની માતાનો પુત્ર તે અર્ણિકાપુત્ર કહેવાયો. યોગ્ય ઉંમર થતાં જયસિંહ આચાર્ય પાસે દીક્ષા લીધી. એક વખત દુષ્કાળ પડતાં બીજા મુનિઓ દેશાંતર ગયા. રાજાના આગ્રહથી વૃદ્ધાવસ્થાના કારણે અર્ણિકાપુત્ર ત્યાં જ રહ્યા.બીજા સાધુઓ ન હોવાથી અને વૃદ્ધાવસ્થા હોવાથી જંઘાબળ ક્ષીણ થવાથી પુષ્પચૂલા સાધ્વીજી તેમને આહારાદિ લાવી આપી વૈયાવચ્ચ કરતાં હતાં. તેમ કરતાં સાધ્વીજીને કેવળજ્ઞાન થયું. આચાર્યશ્રીને ખબર પડી, તેઓએ સાધ્વીજીની ક્ષમા યાચના કરી. પોતાને કેવળજ્ઞાન ક્યારે થશે તે પૂછ્યું. “ગંગા નદી ઊતરતાં તમને કેવળજ્ઞાન થશે” એમ ઉત્તર સાંભળી એક વખત અન્ય લોકોની સાથે હોડીમાં બેસી નદી ઊતરતાં જે બાજુ પોતે બેઠેલા છે તે બાજુનો ભાગ વારંવાર નદીમાં ઢળવા લાગ્યો, તેથી અન્ય લોકો તેમના ઉપર ખિજાયા. અને ઊંચકીને તેમને નદીમાં નાખ્યા. તે વખતે સમભાવ રાખતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. પછી કેટલાક સમય બાદ મોશે પધાર્યા. (૦) અતિમુક્તમુનિ. પેઢાલપુર નગરમાં વિજયરાજાને શ્રીમતી રાણીથી જે પુત્ર થયો તે અતિમુક્તક, આઠવર્ષની ઉંમરે ગૌતમસ્વામીની પાસે માતા-પિતાની સમ્મતિથી દીક્ષા લીધી. એક વખત વરસાદ પડ્યા પછી ભરાયેલા પાણીમાં અન્ય બાળકોની સાથે બાલમુનિ પણ કાગળની હોડી પાણીમાં તેરવવા લાગ્યા. તે જ વખતે ગૌતમસ્વામીજી ત્યાંથી નીકળ્યા. તેમણે તેમને ઠપકો આપ્યો. મુનિ શરમિંદા બન્યા. મહાવીર પ્રભુ પાસે જઈ વારંવાર “ઇરિયાવહિયં બોલી આલોચના કરતાં પરમવિશુદ્ધ પરિણામથી કેવળજ્ઞાન પામી કાળાંતરે મોક્ષે પધાર્યા. (૮) નાગદત્ત વારાણસી નગરીમાં યજ્ઞદત્ત શેઠની ધનશ્રી નામની પત્નીનો પુત્ર નાગદત્ત. તેની પત્નીનું નામ નાગવસુ, અત્યન્ત ધર્મપરાયણ સત્યનિષ્ઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001094
Book TitleJain Tattva Prakasha 3rd Edition
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, 2 Pratikraman Arth, Vivechan, & Paryushan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy