________________
કુંથે આરં ચ મલ્લિ વંદે મુણિસુવ્યયં નમિનિણં ચ | વંદામિ રિટ્ટનેમિ પાસ તહ વદ્ધમાણે ચ || ૪ | એવં મએ અભિળ્યુઆ, વિહુયરયમલા પહાજરમરણા I ચઉવીસ પિ જિણવરા, તિસ્થયરા મે પસીચંતુ || ૫ II કિતીય વંદિર મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા ! આરૂષ્ણ-લોહિ લાભ, સમાહિ વરમુત્તમ દિંતુ | ૬ | ચંદેસુ નિમ્પલચરા, આઇચ્ચેનુ અહિયં પચાસચરા 1 સાગરવર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ II • I
જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણી કાળમાં થયેલા ચોવીસ તીર્થકર ભગવન્તોની આ સ્તુતિ છે. હાલ આપણે જેમાં જીવીએ છીએ તે જંબુદ્વીપ કહેવાય છે. તે પ્રમાણાંગુલથી એક લાખ યોજન લાંબો, એક લાખ યોજન પહોળો, થાળી જેવો ગોળ ભૂમિ ઉપર પથરાયેલો છે. તેમાં દક્ષિણદિશામાં ભરતક્ષેત્ર અને ઉત્તરદિશામાં ઐરાવત ક્ષેત્ર છે. વચ્ચે પૂર્વપશ્ચિમ લાંબું મહાવિદેહ ક્ષેત્ર છે. આ ત્રણે ક્ષેત્રોમાં અસિ-મસિ અને કૃષિનો વ્યવહાર હોય છે. તેથી કર્મભૂમિ કહેવાય છે. તે ત્રણે કર્મભૂમિમાંજ તીર્થકર ભગવન્તો, ચક્રવર્તીઓ, વાસુદેવો, બળદેવો, અને પ્રતિવાસુદેવો વગેરે મહાન પુરુષો થાય છે. આ ત્રણ સિવાયનાં બાકીનાં ક્ષેત્રો અકર્મભૂમિ કહેવાય છે. તેમાં ફક્ત યુગલિક મનુષ્યો જ થાય છે. જેઓ પુરુ કલ્પવૃક્ષોથી જ જીવનારા હોય છે.
ત્રણ કર્મભૂમિમાંથી ભરત અને ઐરાવત આ બે ક્ષેત્રોમાં ચડતી-પડતો કાળ આવે છે. જે કાળમાં દિવસે દિવસે લોકોની ૧ પ્રમાણાંગુલ = એક માપનું નામ છે, ૩૨૦૦ માઈલનો ૧ યોજન થાય તે પ્રમાણણાંગુલ. ૨ અસિ = છેદવાનાં સાધન તરવાર વગેરે. ૩ મસિ = લખવાનાં સાધન ચોપડા વગેરે. ૪ કૃષિ = ખેતીનાં સાધન ખેતર વગેરે. ૫ યુગલિક = જોડલે જન્મે છે. ૬ કલ્પવૃક્ષ = મનગમતી ઇચ્છાઓ પૂરી પાડે તેવાં વૃક્ષો. ૭ ત્રણ કર્મભૂમિ = ભરત-ઐરાવત અને મહાવદિત ક્ષેત્રમાંથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org