SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ જ ઉદ્યમ કરવાવાળો થા. / ૧ / પબેસુ પોસહ વર્ચ, દાણ સીલે તવો આ ભાવો આ I સઝાય નમુક્કારો, પરોવચારો આ જયણા આ II ૨ II (૧૦) આઠમ-ચૌદસ, જેવા પર્વના દિવસોમાં તું પૌષધવ્રત કર. (૧૧) ઘેર આવેલા સુપાત્રને તથા ભિક્ષુકાદિને દાન આપ. (૧૨) શીયળવ્રત પાળ. (૧૩) ઉપવાસ-એકાસણું વગેરે બાહ્યઅત્યંતર તપ કર. (૧૪) અનિત્ય-અશરણ વગેરે ૧૨+૪=૧૬ ઉત્તમ ભાવનાઓ ભાવ, (૧૫) સ્વાધ્યાય કર. (૧૬) પંચ પરમેષ્ઠી આદિ મહાપુરુષોને તું નમસ્કાર કર. (૧૭) તારી શક્તિ પ્રમાણે પણ તું બીજાનો ઉપકાર કર, બીજાનું ભલું કર. (૧૮) પૃથ્વીકાય-અકાય આદિ છ પ્રકારના જીવોનું તું રક્ષણ કર. જયણા પાળ. || રા' “જિણપૂઆ જિણધૂણણ, ગુરુથુઆ સાહસ્મિઆણ વચ્છલ્લેT વવહારસ ચ સદ્ધિરહત્તા Oિજરા ય | રા . (૧૯) જિનેશ્વર ભગવન્તોની પૂજા કર. (૨૦) જિનેશ્વર ભગવન્તોની તું સ્તુતિ કર. (૨૧) ગુરુભગવન્તોની સ્તુતિ કર. (૨૨) સાધર્મિકભાઈઓનું તું વાત્સલ્ય કર, અંદર અંદર ઘણી પ્રીતિ ધારણ કર. (૨૩) લેવડ-દેવડનો વ્યવહાર બહુ જ ચોખ્ખો રાખ. (૨૪) રથયાત્રા = વરઘોડા વગેરે કર કે જેથી ઈતરલોકો પણ ધર્મ પામે. (૨૫) યથાયોગ્ય તીર્થયાત્રાદિ પણ કર. જે જે તીર્થો હોય, કલ્યાણકભૂમિઓ હોય ત્યાં દર્શનાદિ કર. | કા ઉવસમ વિવેગ સંવર, ભાસા સમિઇ છે જીવ કરુણા ય T પસ્મિઅ જણ સંસમ્મો, કરણ દમો ચરણ પરિણામો | ૪ | (૨૬) ક્રોધાદિના પ્રસંગો આવે તો તું બહુ જ શાન્તભાવ = ઉપશમભાવ રાખ તથા (૨૭) કોઈ પણ કાર્યો કરવામાં ઘણી જ વિવેકમર્યાદા રાખ. (૨૮) જીવનમાં પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ ૧ સાધર્મિક = પરસ્પર સમાન ધર્મ જેમનો હોય તે. ૨ વાત્સલ્ય = પ્રીતિ-સ્નેહ ૩ ઈતરલોકો = સિવાયના બીજા લોકો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001094
Book TitleJain Tattva Prakasha 3rd Edition
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, 2 Pratikraman Arth, Vivechan, & Paryushan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy