SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વંદિg (શ્રાદ્ધપ્રતિક્રમણ) સૂગ - ૩૫ “વંદિતુ'' સૂત્ર એ દેવસિ અને રાઈઅ એમ બન્ને પ્રતિક્રમણોનું સૌથી મુખ્ય અને મોટું સૂત્ર છે. આ સૂત્રમાં શ્રાવકજીવનમાં પંચાચાર અને શ્રાવકનાં બાર વ્રતો પાળવા-પળાવવામાં લાગેલા દોષોની ક્ષમાયાચના કરવામાં આવી છે. અને સમ્યગ્દષ્ટિજીવો કઠોર હૃદયથી પાપ કરતા નથી જેથી ચીકણાં કર્મો બંધાય નહિ, તથા સર્વે જીવોની ક્ષમાયાચના કરી આત્માને અત્યંત પવિત્ર કરવાની વિચારણા આ સૂત્રમાં છે. “વંદિતુ સવ્વસિદ્ધ, ધમ્માચરિએ આ સવ્વસાહૂ આ ઇચ્છામિ પડિક્કમિ, સાવગધમ્માઈઆરસ્સા ૧ આ પ્રથમ ગાથામાં મંગળાચરણ છે કે “સર્વસિદ્ધપરમાત્માઓ, ધર્માચાર્ય, અને સર્વ સાધુભગવન્તોને વંદન કરીને શ્રાવકધર્મમાં લાગેલા અતિચારોનું હું પ્રતિક્રમણ કરવા ઇચ્છું છું. ૧ || જે મે વચાઈચારો, નાણે તહ દંસણે ચરિતે આ સુહમો આ બાયરો વા, તે નિંદે તં ચ ગરિરામિ ૨ | શ્રાવકજીવનનાં બાર વ્રતોને વિષે, જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચાર (તથા ગાથામાં લખેલા છેલ્લા અ= ચ શબ્દથી બાકીના તપાચાર અને વીર્યાચાર એમ કુલ પાંચ આચારો)ને વિષે સૂક્ષ્મ અથવા બાદર એવો જે કોઈ અતિચાર મેં લગાડ્યો હોય તે સંબંધી દોષની હું નિંદા કરું છું. / ૨ / સ્થૂલદષ્ટિએ દેખાય એવા જે અતિચારો તે બાદર, અને ન દેખાય એવા જે અતિચારો તે સૂક્ષ્મ. મેં મારા શ્રાવકજીવનના બારવ્રત પાળવામાં અને જ્ઞાનાચારાદિ પાંચ આચારો પાળવામાં સૂક્ષ્મ અથવા સ્કૂલ જે દોષ લગાડ્યો હોય તેની ક્ષમા માગું છું. / ૨ / દુવિહેપરિગ્નેહમિ, સાવજે બહુવિએ આ આરંભે કારાવણે આ કારણે, પડિક્કમે દેસિએ સવ્વ | ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001094
Book TitleJain Tattva Prakasha 3rd Edition
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, 2 Pratikraman Arth, Vivechan, & Paryushan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy