SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ટાળેલો. શ્રીપાળ મહારાજાની પ્રથમની બે રાણીઓએ (મયણાસુંદરી પછીની) શ્રીપાળ દરિયામાં નખાયા પછી ધવળશેઠ તરફથી આવેલ ઉપદ્રવને ટાળવા ચક્રેશ્વરી-વિમલેશ્વર યક્ષની પ્રાર્થના કરતાં તેઓએ આ ઉપદ્રવ ટાળેલો છે. સુભદ્રાસતી ઉપર આવેલા કલંકનું પણ શાસનદેવીએ નિવારણ કરેલું છે. ઇત્યાદિ દષ્ટાન્તોથી નિર્બળ આત્માઓ ધર્મારાધન માટે સબળની સહાય ઈચ્છે તે કંઈપણ અઘટિત નથી તથા સબળ આત્માઓ દેવની સહાય ન લે તે પણ બરાબર છે. જેમ કે પ્રભુએ ઇન્દ્રની સહાય ન લીધી. સનસ્કુમારે રોગ મટાડવામાં દેવની સહાય ન લીધી. આ સ્તુતિ પુરુષો જ બોલે છે. સ્ત્રીઓ તેને બદલે “યસ્યાઃ ક્ષેત્ર”ની સ્તુતિ બોલે છે. –નશ્રી કમલદલની સ્તુતિ સૂગ - ૪૨ “કમલ-દલ-વિપુલ-નયના, કમલમુખી-કમલ-ગર્ભ-સમગીરી કમલે થતા ભગવતી, દદાતુ શ્રુતદેવતા સિદ્ધિ II II - આ ગાથા પણ મૃતદેવીની (સરસ્વતી દેવીની) સ્તુતિરૂપ છે. પુરુષો “સુયદેવઆ ભગવઇ”એ સ્તુતિ જ્યાં બોલે છે તે જ જગ્યાએ સ્ત્રીઓ તે સ્તુતિને બદલે આ સ્તુતિ બોલે છે. આ ગાથામાં સરસ્વતી દેવીનાં ચાર વિશેષણો કહેલા છે. ભગવતી =ભાગ્યશાળી એવી સરસ્વતી દેવી અમને સિદ્ધિપદ આપો. અર્થાત્ સિદ્ધિપદ મેળવવામાં સહાયક થાઓ. આ સરસ્વતી દેવી કેવી છે? તેનાં ચાર વિશેષણો આ પ્રમાણે છે. (૧) કમલદલવિપુલનયના =કમળની પાંખડીઓ જેવી વિશાળ આંખો વાળી એવી આ દેવી; (૨) કમલમુખી =કમળના જેવા મુખવાળી એવી આ દેવી; (૩) કમલગર્ભસમગૌરી =કમલના ગર્ભભાગ સમાન ૧ અઘટિત = અયોગ્ય, અજાગતું. ૨ ગર્ભભાગ = મધ્યભાગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001094
Book TitleJain Tattva Prakasha 3rd Edition
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, 2 Pratikraman Arth, Vivechan, & Paryushan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy