________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૨૩] સુખલાલને આ વચન પર અનાયાસે જ આસ્થા બેઠી. એમણે તપાસ છોડી દીધી; ત્યાંથી સીધા ઘેર ગયા.
આ પછી, સં. ૧૯૭૧માં ગુજરાતથી વિહાર કરી સૂરિસમ્રાટ મારવાડ ગયા. રાજગઢથી પૂ. પં. પ્રતાપવિજયજી વગેરે પણ ફરતા ફરતા મારવાડમાં ઊતર્યા અને સાદડી ગામે સૂ રિસમ્રાટના સાંનિધ્યમાં જઈ પહોંચ્યા, ત્યારે મુનિ નંદનવિજયજીને દીક્ષા લીધાને બરાબર બાર મહિના થયા હતા.
આ લેક જેવા આવ્યા, એવા જ સુરિસમ્રાટે બોટાદ તારથી ખબર આપ્યા કે નંદનવિજયજી અહીં આવ્યા છે.”
ખબર મળતાં જ હેમચંદભાઈ, જમુનામાં અને આખું કુટુંબ સાદડી આવ્યું. બધાને હતું કે કંઈક નવાજૂની થાય તો ના નહિ.
પણ, હેમચંદભાઈએ એક જ વાત કરી: “હું બોટાદમાં સિંહ કહેવાઉં છું. તમે દિક્ષા લીધી છે, તે સિંહના દીકરાને શોભે એ રીતે, સિંહની જેમ, દીક્ષા પાળજે, એ મારી ઈચ્છા છે.”
વૃદ્ધ પિતાના આશીર્વાદ નંદનવિજયજી નતમસ્તકે ને પુલકિત હૈયે ઝીલી રહ્યા
૧૧
જૈન મુનિની વિકાસ કૂચ રાગ, દ્વેષ અને અજ્ઞાનને જીતે, દૂર કરે, તે જિન. દુઃખના દરિયામાં ડૂબતાને બચાવે, તે ધર્મ. જિનવરે ઉપદેશ્ય ધર્મ, તે જૈનધર્મ.
આ ધર્મના ત્રણ પાયા છે. અહિંસા, સંયમ અને તપ. આ ત્રણેનું અણીશુદ્ધ પાલન કરે, તે જૈન મુનિ.
જીવસૃષ્ટિના સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવને પણ તેઓ હણે નહિ, તણાવે નહિ, હણતાને સારે પણ માને નહિ.
ગુસ્સામાં કે મશ્કરીમાં, બીકથી કે લેભથી તેઓ અસત્ય બોલે નહિ, બેલાવે નહિ, બેલતાને અનુમતિ આપે નહિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org