________________
પ્રશસ્તિ લેખ તથા કાવ્ય
[૫] નંદનસૂરીશ્વરજી મ. શ્રી, (૪) પૂ. આ. શ્રીમદ વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મ. શ્રી, (૫) પૂ. આ. શ્રીમદ વિજયપઘ્રસૂરીશ્વરજી મ. શ્રી, (૬) પૂ. આ. શ્રીમદ વિજયામૃતસૂરીશ્વરજી મ. શ્રી, (૭) પૂ. આ. શ્રીમદ વિજયલાવણ્યસૂરીશ્વરજી મ. શ્રી, (૮) પૂ. આ. શ્રીમદ્ વિજયકસ્તૂરસૂરીશ્વરજી મ. શ્રી–એ આઠ સૂરિરત્નો પૈકીના એક તૃતીય સૂરિરત્ન હતા;
જેઓશ્રી–ન્યાયવાચસ્પતિ, સિદ્ધાંત માર્તડ, શાસ્ત્રવિશારદ અને કવિરત્ન–એ ચાર પદવીથી સમલંકૃત હોવા ઉપરાંત જ્યોતિષ-શિલ્પાદિ શાસ્ત્રના પારંગત હતા;
જેઓશ્રી–ઔદાર્ય, ધર્મ અને ગાંભીર્યાદિ ગુણોના ખજાના, સમયજ્ઞ, સત્યવક્તા, નીડર, દીર્ઘદર્શી, વાત્સલ્યવારિધિ, પરોપકારી અને સૌને સાચી સલાહ આપનારા હતા;
જેઓશ્રી–ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, આગમ આદિના તલસ્પર્શી જ્ઞાતા હતા;
જેઓશ્રી-દીઈ કાળ પર્યત શ્રી જૈન શાસનની અનેકવિધ પ્રશ્નાવલિમાં અંતિમ ઉત્તર સ્વરૂપ રહ્યા હતા;
જેઓશ્રી—વિ. સં. ૨૦૩૨ની સાલમાં વિશ્વવિખ્યાત તીર્થાધિરાજ શ્રી સિદ્ધગિરિરાજ ઉપર બંધાયેલ નૂતન જિનમંદિરાદિમાં પ૦૪ જિનબિંબની, ૪૫૦ વર્ષ પશ્ચાત, મહાપ્રતિષ્ઠા કરાવવા, ભારતના સકલ શ્રીસંઘ પ્રમાણિત શેઠ આણંદજી કલ્યાણજીની પેિઢીની આગ્રહભરી વિનંતીથી, ગુજરાતના પાટનગર અમદાવાદથી પાલીતાણું પધારતાં વચમાં ધંધુકા નિકટવતી તગડી ગામમાં માગશર વદ ચૌદશ, તા. ૩૧-૧૨-૭૫, બુધવારના દિવસે સાંજના ૫-૨૫ મિનિટે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા;
તેઓશ્રીના–અણધાર્યા સ્વર્ગવાસથી જૈન શાસનમાં અને શાસનસમ્રાટના સમુદાયમાં એક મહાન સમર્થ, ધુરંધર વિદ્વાન અને વિચક્ષણ મહાપુરુષની દીર્ઘ કાળે પણ ન પૂરી શકાય તેવી મહાખોટ પડી છે. સદ્દગતને આત્મા પરમ શાંતિસુખને પામો એ જ અભ્યર્થના.
| ગુણોની સુવાસ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગવાસથી શ્રી જૈન શાસનને ન પુરાય તેવી ખોટ પડી છે; કારણ કે તેઓશ્રી અપૂર્વ વિદ્વત્તા ધરાવતા હોવા છતાં પણ સ્વભાવે અત્યંત સરલ અને નમ્ર હતા. એમના હૈયાના ઊંડાણમાં શાસનસેવાની ભાવના અપૂર્વ હતી, જેથી પર સમુદાયના કે સ્વ-સમુદાયના વડીલે-મુનિઓ સાથે બહુ જ આદરપૂર્વક નિખાલસતા, નિસ્વાર્થતા સાથે વર્તાવ વારંવાર જોવામાં આવતો હતે. અને ખુલ્લા દિલે શાસનવિષયક ચર્ચાવિચારણું કરતા હતા. આવા ગુણોની સુવાસ આજે પણ યાદ આવે છે.
– પ. પૂ. આ. શ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજ (ડેલાવાળા) ૩૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org